//

ગુજરાત સરકારને કોરોના વાયરસનો ભય તાકીદની બોલાવી બેઠક

ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે આજે તાકીદની એક બેઠક યોજી ને રાજ્યમાં આરોગ્ય લક્ષી સ્થિતિની સમીક્ષા કરી હતી અને મલ્ટીપ્લેક્ષ ,મોલ સ્કૂલ કોલેજો જેવી સંસ્થાઓ આવતીકાલથી બે અઠવાડિયા સુધી બંદ રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે હાલની સ્થિતિ એ રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકિમ અને આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ આ બેઠકની વિગતો આપતા જણાવ્યુ કે ગુજરાતમાં કોરોના વાયરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાં રૂપે રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે.

રાજ્યમાં શાળા કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતી કાલથી બે અઠવાડિયા માટે બંધ રહેશે હાલમાં જે બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે તે યથાવત રહેશે રાજ્યના સિનેમા ઘરો સ્વિમિંગ પુલ પણ બંધ રહેશેરાજ્યમાં જાહેર સ્થળો એ થુકવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે એટલું જ નહિ જો કોઈ વ્યક્તિઆ પ્રતિબંધનો ભંગ કરશે તો 500 રૂપિયાનો દંડ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા કરવામાં આવશેરાજ્ય સરકારે તમામ ધાર્મિક સંસ્થાઓ સંપ્રદાયોને પોતાના મેળાવડાઓ ધર્મ કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધીના યોજવા પણ અનુરોધ કર્યો છે કોરોના વાયરસ વધુના ફેલાય તેના માટે મેળા કે પબ્લિક એજ સ્થળે એકત્રિતના થાય તેના માટે પણ સરકારે આગોતરું આયોજન કર્યું છે અને તકેદારીના પગલાં લેવા અલગ અલગ વિભાગોને સૂચનો કર્યા છે.

Leave a Reply

Your email address will not be published.