///

ગુજરાત સરકારે 1.40 કરોડથી વધુ વીજ ગ્રાહકોને આપી રાહત

હાલમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકોને રાહત આપવામાં આવી છે. જેમાં સરકારે ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 19 પૈસાનો ઘટાડો કર્યો છે. તેમજ ત્રણ મહિનાના અંદાજે રૂપિયા 356 કરોડની રાહત ગ્રાહકોને થશે તેમ ઉર્જાપ્રધાન સૌરભભાઈ પટેલે વિગતો આપી હતી.

ઊર્જાપ્રધાને જણાવ્યું છે કે, રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 19 પૈસાનો ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેના પરિણામે રાજ્યના અંદાજે 1.40 કરોડથી વધુ ગ્રાહકોને ત્રણ મહિનાના રૂપિયા 356 કરોડની રાહતોના લાભ મળશે.

તેમણે જણાવ્યું કે, આ ફ્યુઅલ સરચાર્જ ઘટવાનું મુખ્ય કારણ ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય સરકારે સસ્તા દરે ગેસ ગ્રાહકોના હિતમાં ખરીદ્યો છે અને ગેસ આધારિત વીજ ઉત્પાદન કર્યું છે જેને લીધે વીજ ઉત્પાદન ખર્ચ ઓછું થયું છે જેનો સીધો લાભ વીજ ગ્રાહકોને આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. એટલે કે અંદાજે 1.40 કરોડથી વધુ ગ્રાહકોને આ લાભ સીધે સીધો મળતા તેમના વીજ બીલમાં રાહત થશે અને બિલ ઓછું આવશે તેમ તેમણે ઉમેર્યું છે.

Leave a Reply

Your email address will not be published.