////

રાજ્ય સરકારના 5 વર્ષના સુશાસનની આજથી ઉજવણી, ‘જ્ઞાનશક્તિ દિવસ’ -12 હજારથી વધુ ડિઝીટલ ક્લાસનું લોકાર્પણ

૧ હજારથી વધુ નવા ઓરડાઓનું રાજ્યની શાળાઓમાં લોકાર્પણ૧ર હજાર ડિઝીટલ કલાસરૂમ લોકાર્પણ

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂરા થવાના પ્રસંગે રાજ્ય સરકાર 1 લી ઑગસ્ટથી 9 ઑગસ્ટ દરમ્યાન પાંચ વર્ષના સુશાસનની ઉજવણીના ભાગ રૂપે લોકભાગીદારીના કાર્યો કરવામાં આવશે. આજે 1લી ઑગસ્ટ દરમિયાન ખેડૂત સમૃદ્ધિ, મહિલા સશક્તિકરણ, યુવા રોજગારી, આદિજાતિ વિકાસ, શિક્ષણ વ્યાપ વૃદ્ધિ અને અનેકવિધ સેવા કાર્ય પ્રકલ્પોની રાજ્યવ્યાપી શ્રૃંખલાનો જ્ઞાનશક્તિ દિવસ રૂપે આજથી પારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, છે કે, રાજ્ય સરકારના સફળ શાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાની કોઇ ઉજવણી નહીં, પરંતુ જનસેવા કાર્યોનો સેવાયજ્ઞ આપણે આદર્યો છે.
પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ, સૌના વિકાસના અન્વયે રાજ્યમાં તા. ૧ થી ૯ ઓગસ્ટ સુધી ૧૮ હજાર જેટલા સ્થળોએ ૧૫ હજાર કરોડથી વધુના સેવાકીય કામો, યોજનાના લાભો લાખો લોકોને સામે ચાલીને સરકાર આપવાની છે.

‘જ્ઞાનશક્તિ દિવસ’માં શિક્ષણ સુવિધાઓના લોકાર્પણ-ખાતમુર્હૂત તેમજ સહાય વિતરણનો મહાત્મા મંદિર, ગાંધીનગરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલ, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્ય મંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન સહિત શિક્ષણ જગતના અગ્રણીઓ, લાભાર્થી, યુવા છાત્રો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોઇપણ રાજ્ય રાષ્ટ્ર કે સમાજની પ્રગતિ, આર્થિક સામાજીક વિકાસ માટે શિક્ષણ જ આધારશીલા છે. સરકારે એટલા માટે જ શિક્ષણને પ્રથમ પ્રાથમિકતા આપીને રૂા.૩૧ હજાર કરોડ જેવું માતબર બજેટ ફાળવ્યું છે. એટલું જ નહીં, ગુજરાતને વિકાસની નવી વૈશ્વિક ઊંચાઇએ લઇ જવા વિશ્વકક્ષાનું શિક્ષણ આપવાની અમારી પ્રતિબદ્ધતા છે.

મુખ્યમંત્રીએ સંબોધનમાં કહેલા મહત્વના મુદ્દાઃ

 • ગુજરાતના દશેય દિશાના સર્વગ્રાહી વિકાસની ચિંતા અમે કરી છે
 • ૧૮ હજારથી વધુ સ્થળોએ ૧૫ હજાર કરોડથી વધુના વિકાસ કામો
 • અમારા જનસેવા કામોના યજ્ઞનો વિરોધ કરનારાઓ ગુજરાત વિરોધી-વિકાસ વિરોધી માનસિકતાવાળા છે
 • શિક્ષણ જ વિકાસની આધારશીલા છે
 • હવેની સદીમાં નોલેજ ઇકોનોમી મહત્વની બનવાની છે ત્યારે ગુજરાત નોલેજ ઇકોનોમીને ડોમીનેટ કરશે
 • ગુજરાત ‘‘એજ્યુકેશનલ હબ’’ તરીકે જ્ઞાનની સદીનું નેતૃત્વ કરવા સજ્જ
 • રાજ્યમાં ૩ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો તે જ શિક્ષણમાં કવોલિટી એજ્યુકેશનની સાર્થકતા છે
 • સ્કૂલ ઓફ એક્સલન્સ તરફ હવે આગળ વધીને રાજ્યના બાળકો-યુવાઓનું બૌદ્ધિક સ્તર વધારવું છે
 • નવી શિક્ષણ નીતિ સમયાનુકુળ અદ્યતન શિક્ષણના દ્વાર ખોલશે
 • યુ.પી.એ. સરકારોએ અત્યારસુધી શિક્ષણ નીતિનું કોઇ ઘડતર કર્યું નહીં
 • ૧ હજારથી વધુ નવા ઓરડાઓનું રાજ્યની શાળાઓમાં લોકાર્પણ
 • ૧ર હજાર ડિઝીટલ કલાસરૂમ લોકાર્પણ

Leave a Reply

Your email address will not be published.