//

ગુજરાત હાઈકોર્ટે પ્રધાન પરસોત્તમ સોલંકી સામેના બે કેસ રદ કર્યા

ભાજપના પ્રધાન પરસોત્તમ સોલંકી સામે બોગસ વોટિંગના પ્રયાસ અને ચૂંટણી મથક પાસેથી શંકાસ્પદ રોકડ મળવા મુદ્દે દાખલ કરાયેલા બે કેસ ગુરુવારે ગુજરાત હાઈકોર્ટે રદ કર્યા છે. નોંધનીય છે કે પરસોત્તમ સોલંકી 400 કરોડ રૂપિયાના મત્સ્ય ઉદ્યોગ કૌભાંડમાં પણ સંડોવાયેલા છે.

કોર્ટે વધુમાં નોંધ્યું કે અરજદાર રાજનેતા છે અને તેમણે કોર્ટ સમક્ષ અરજદાર તરીકેની અને લોકો સામે જનપ્રતિનિધિ તરીકેની છબી છે. લોકો રાજનૈતિક જીવનના ભ્રષ્ટાચારને ખાનગી જીવન કરતા વધુ ગંભીર માને છે. ચૂંટણી સમયે આવા ભ્રષ્ટાચારના આક્ષેપ લોકોની વોટિંગ પેટર્નને પણ અસર કરે છે. રાજનેતાઓ પર કૌભાંડના વાદળ હંમેશા રહે છે. કારણે કે લોકો રાજનૈતિક અને અંગત જીવનમાં તફાવત કરી શકતા નથી.

ગુજરાત હાઈકોર્ટે ભાજપના નેતા પરસોત્તમ સોલંકી સામે વર્ષ 2014માં નોંધાયેલા કેસ અને તેના સામે થતી કાર્યવાહી રદ કરતા નોંધ્યું હતું કે પરસોત્તમ સોલંકીએ પૈસાની લાંચ આપી હોય તેવું સ્પષ્ટ થતું નથી, વળી આ પૈસા તેમના પૂત્ર દિવ્યેશ સોલંકીને આપવા જતાં હોવાનું જણાવ્યું હતું. પરસોત્તમ સોલંકીના પુત્રના બેન્ક સ્ટેટમેન્ટ પરથી અને તેની કંપની મીરા લોજિસ્ટિકના એકાઉન્ટમાંથી ઉપાડવામાં આવ્યા હોવાની એન્ટ્રી પણ મળી આવી છે.

આ ઉપરાંત પરસોત્તમ સોલંકી સામે વર્ષ 1996નો કેસ રદ કરતા કોર્ટે નોંધ્યું હતું કે IPCની કલમ 188 મુજબ ગુનો દાખલ કરતી વખતે મેજિસ્ટ્રેટ સીઆરપીસીની કલમ 195ને ધ્યાને લીધી નથી. જેમાં રાજ્ય સેવકે લેખિતમાં ફરિયાદ અથવા ગુનો દાખલ કરવો પડે છે. રાજ્ય સેવકની લેખિત ફરિયાદ વગર મેજિસ્ટ્રેટ ગુનાની નોંધ લઈ શકે નહિ. જેથી પરસોત્તમ સોલંકી સામે ભાવનગરના વસ્તેજ પોલીસ સ્ટેશન અને મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા આદેશ રદ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.