ગુજરાત હાઈકોર્ટે કાર્યવાહીનું યુ ટ્યુબ પર જીવંત પ્રસારણ કરીને સર્જયો રેકોર્ડ

દેશમાં કોરોનાના કહેરને લઈને સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં ફીઝીકલ રૂબરૂ સુનાવણી બંધ કરી છે, જેની જગ્યાએ ઝૂમ સહિતના એપ દ્વારા વર્ચ્યુઅલ સુનાવણી ચાલી રહી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે એક રસપ્રદ પ્રયોગ કર્યો છે. જેમાં હાઈકોર્ટ દ્વારા પ્રથમ વખત યુ-ટયુબ પર લાઈવ સુનાવણી હાથ ધરીને નવો રેકોર્ડ સર્જ્યો છે.

યુ-ટયુબ મારફત થતી સુનાવણીનું એ મહત્વ છે કે, આ સુનાવણીને અન્ય લોકો પણ નિહાળી શકે છે અને આ રીતે હાઈકોર્ટે વિડીયો કોન્ફરન્સ મારફત થઈ છે. હાઈકોર્ટે જાહેર કરેલી માહિતી મુજબ મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથની અધ્યક્ષતાવાળી ખંડપીઠ દ્વારા આ સુનાવણી બારના સભ્યોના લાભાર્થે યુ ટયુબ પર સીધું પ્રસારણ કરવામાં આવશે.

દેશમાં પ્રથમ વખત આ પ્રયોગ થયો છે અને તેના પરિણામ પર ભવિષ્યમાં આ પ્રકારની સુનાવણીને આગળ ચાલુ રાખવા નિર્ણય લેવાશે અને તેનાથી અદાલાતી કાર્યવાહીમાં પારદર્શકતા આવશે. જોકે સુપ્રીમ કોર્ટે મંજુરી આપ્યા બાદ આ પ્રયોગ થયો છે. આમ પ્રથમ વખત હાઈકોર્ટ ખુલી અદાલત જેવી બની છે અને ભવિષ્યમાં તે મીડીયા સહીત તમામને ઉબલબ્ધ બનશે.

Leave a Reply

Your email address will not be published.