////

Farmer Protest: દિલ્હી બોર્ડર પર ગુજરાત કિસાન સંઘર્ષની બેઠક યોજાઈ

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં સતત 20 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. ત્યારે દેશના નાના વેપારી, ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ, સહિત દેશના તમામ નાગરિકો વિરોધી છે. દેશમાં આઝાદીની લડાઈ પછી કદાચ આ સૌથી મોટું આંદોલન થવા જઈ રહ્યું છે. આ આંદોલન દિવસેનો દિવસે ઉગ્ર થયું જાય છે ને સરકાર હોશમાં આવવાનું નામ લેતી નથી. ત્યારે હવે સંઘર્ષશીલ આંદોલનકારીઓએ પણ નક્કી કર્યું છે કે આ ત્રણ કાળા કાયદાઓ જ્યાં સુધી હટે નહિ ત્યાં સુધી એક પગલું પણ પાછું હટવું નથી.

આ આંદોલન પૂરા ભારતના ખેડૂતોનું છે ત્યારે ગુજરાત પણ એમાં પાછળ ન રહી જાય એ માટે રાજ્યના તમામ ખેડૂત સંગઠનો એકત્રિત થઈ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ બનાવી 150 લોકો પહેલા ત્યારબાદ 60 અને આજે 80 લોકો દિલ્હી પહોંચ્યા છે. આજે દિલ્હી બોર્ડર પર ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં આવનારા દિવસોમાં રાજ્યમાંથી ખેડૂતો વધારેમાં વધારે કેવી રીતે જોડી શકાય તેનું માઈક્રો આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ આ બેઠકમાં ચર્ચા થયા મુજબ પહેલા તબક્કામાં ગુજરાતના તમામ તાલુકામાંથી ઓછામાં ઓછા 10 – 10 ખેડૂતો દિલ્હી પહોંચે અને બીજા તબક્કામાં ગુજરાતના તમામ તાલુકાઓમાંથી 30 -30 ખેડૂતો દિલ્હી પહોંચે.

સાથે સાથે બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું કે દિલ્હી બોર્ડર પર ધરણાં પર બેસી રોજેરોજ એક આશ્ચર્યજનક કાર્યક્રમ કરી સરકારના આ ત્રણ કાળા કાયદાઓનો વિરોધ કરવો આજે આવેલા 80 ખેડૂતોનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published.