/

વૈશ્વિક મહામારી કોરોનાથી બચવા ગુજરાતના ધારાસભ્યો મેદાનમાં, 10 લાખની ગ્રાન્ટ ફાળવવા કરી અપીલ

કોરોના વાયરસે રાજ્ય સહિત દેશભરમાં કહેર વર્તાવ્યો છે ત્યારે લોકોને તેની સામે રક્ષણ મળી રહે તે માટે ધારાસભ્યો આગળ આવી રહ્યા છે અને તેમની ગ્રાન્ટમાંથી ફાળવળી કરી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસની જંગ સામે લડવા માટે થરાદ વિધાનસભાના કોંગી ધારાસભ્ય દ્વારા 10 લાખની ગ્રાન્ટ ફાળવવા માટે નિર્ણય લેવાયો છે. તો વિધાનસભાના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત દ્વ્રારા વિધાનસભા વિસ્તારમાં જરૂરી સાધનો , મેડિકલ કિટ અથવા અન્ય જરૂરી સાધનો માટે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા પોતાના પક્ષના ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાંથી 10- 10 લાખ ફાળવવાની અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.