/

ગુજરાત પોલીસ કઈ રીતે બની સ્માર્ટ પોલીસ : જાણો

અમદાવાદ: હવે અમદાવાદ પોલીસ પણ સ્પોર્ટ બાઈકનો ઉપયોગ કરશે. ગુનેગારોને પકડવા તેમજ ટ્રાફિક નિયમ તોડનારને કાબુમાં રાખવા માટે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 5 સ્પોર્ટ બાઈક આપવામાં આવ્યા છે. આજે શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ લીલી ઝંડી આપી અને આ બાઈકની શરૂઆત કરાવી હતી. 250 CCની આ બાઈકમાં એનાઉન્સમેન્ટ અને લાઈટ સહિતની સગવડ ઉપલબ્ધ છે.

સુરત પોલીસને પણ આ પ્રકારની બાઈક આપવામાં આવી છેશહેરના બાપુનગર, વટવા, કૃષ્ણનગર અને મેઘાણીનગર પોલીસ સ્ટેશનને આ સ્પોર્ટ બાઈક ફાળવવામાં આવી છે. પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત સમયે આ બાઈકની મહત્વની ભૂમિકા જોવા મળશે. થોડા સમય પહેલા સુરત પોલીસને પણ આ પ્રકારની બાઈક આપવામાં આવી છે. બાઈક અનેક વિશેષતાથી સજ્જ છે. આ બાઈક 10 કિમીની ઝડપ પ્રાપ્ત કરવા માત્ર 9.39 સેકેન્ડનો સમય લે છે.

બાઈક માઈક ટાવર,લાઈટ, સાઈરન વગેરેની સુવિધા સજ્જબાઈકમાં ખાસ પ્રકારની એસેસરીઝમાં માઈક ટાવર, લાઈટ, સાઈરન વગેરેની સુવિધા આપવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યના અમદાવાદ સહિતના મોટા શહેરોમાં રોડ પર બાઈક સ્ટંટના બનાવો સામે આવતા રહે છે. ત્યાર આ પ્રકારના બનાવોને રોકવા માટે પણ આ બાઈક મહત્વની ભૂમિકા ભજવશે.

Leave a Reply

Your email address will not be published.