//

ગુજરાતનું કયું પોલીસ સ્ટેશન બન્યું સેલ્ફી ઝોન

કચ્છનાં આડેસર પોલીસ સ્ટેશન વિવાદમાં આવ્યું છે. જેમાં આરોપી સાથે જ તેનાં સ્વજનોએ લોઅપમાં સેલ્ફી લીધી હતી. જે શોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.પોલીસ મથકમાં પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ જેલનાં નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઇ રહ્યુ છે. જેમાં જેલોમાંથી મોબાઇલ ફોન મળવા કે પછી આરોપીઓને VVIP સુવિધાઓ પૂરી પાડવી જેવી અન્ય બાબતો રોજ-બરોજ બહાર આવે છે. જેને લઇને ગુનેગારોમાં જેલનો ભય રહ્યો નથી તેથી ગુનાહિત પ્રવૃતિઓ દિવસેને દિવસે વધી રહી છે.

આડેસર પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં આરોપી સાથે તેનાં સ્વજનોનો સેલ્ફી લેતો ફોટો વાઇરલ થયો છે. આરોપી એટ્રોસિટી અને ધમકીના કેસમાં લોકઅપમાં હતો. આરોપીને તેના સ્વજનો મળવા આવ્યા હતાં અને ચુસ્ત બંદોબસ્ત હોવા થતાં પણ આરોપી સાથે તેનાં સ્વજનોએ સેલ્ફી લીધી હતી. જે શોશિયલ મીડિયામાં વાઇરલ થઇ છે. જેથી જ જેલ પ્રસાધનની આંખ ઉધડી છે અને આરોપીના બંને સેકસ વિરુદ્વ અડેસર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઇ છે. જેમાં ઇન્ફમેશન ટેકનોલોજી અધિનિયમ કલમ ૭૨ અને ૮૪સી, ૧૪૪ જેવી પોલીસે કલમો લગાવી ગુનો દાખલ કર્યો છે. 

Leave a Reply

Your email address will not be published.