//

રાજ્યમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા, અમદાવાદ શહેરમાં ફરીથી વધી રહ્યા છે કેસ

રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 595 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે

આજના કોરોના કેસ

અમદાવાદ : બીજી લહેર પછી ગુજરાતમાં સતત કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 22 કેસ નોંધાયા છે. તો 25 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. નવા દર્દીઓ સાજા થવાની સાથે રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 595 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 3 લાખ 49 હજાર 099 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 3 કરોડ 40 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. તો 18 વર્ષથી ઉપરના હોય એવા 11 લાખથી વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે, તો 6 લાખ 90 હજારથી વધુ લોકોને બીજો ડોઝ અપાઈ ગયો છે.

રાજ્યમાં હાલ સક્રિય કેસની સંખ્યા 251 છે તો 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 247 દર્દીઓ સ્ટેબલ સ્થિતિમાં છે. રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 10076 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. જો કે આજે રાજ્યમાં કોરોનાથી એકપણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. આજે અમદાવાદ જિલ્લામાં નવા 8 કેસ, વડોદરા જિલ્લામાં 9 નવા કેસ, સુરત જિલ્લામાં 2 નવા કેસ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published.