///

ગુજરાતના સચિવ અનિલ મુકીમે કોરોના વાયરસ અંગે શું ફરમાન કર્યું ??

કોરોના વાયરસની મહામારી લઇને વિશ્નનાં તમામ દેશો ચિંતીત છે. કોરોના વાયરસને ડામવા માટે વિશ્વની સરકાર અને વિશ્વ આરોગ્ય સરકાર મચી પડી છે. વિશ્વ એારોગ્ય સંસ્થાએ આ રોગને પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટેશનલ કન્સર્ન જાહેર કરેલા છે. ગુજરાતના સચિવ અનિવ મુકીમ દ્વારા રાજયના તમામ જિલ્લા કલેકટરો અને મ્યુનિસિપલ કમિશનરોને કોરોનાવાયરસને અટકાવવ માટે એકશન પ્લાન બનાવવા માટે ફરમાન કર્યુ છે.

મહેસુલ અને ગૃહ વિભાગ અસરગ્રસ્ત દેશમાંથી આવેલા પ્રવાસીઓ આઇસોલેશન કોન્ટાઇન માટે સરળતાથી તૈયાર થાય તે અંગે જરૂરી કાર્યવાહી કરવા આરોગ્ય વિભાગની મદદ કરશે. પંચાયત વિભાગ દ્વારા લોકોમાં ભય ના ફેલાય તે રીતે કોરોના રોગની સાચી જાણકારી લોક જાગૃતિના પ્રયત્ન હાથ ધરવામાં આવશે. જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ સંબંધિત અધિકારીઓ સાથે નિયમિત રીતે દૈનિક પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.

શિક્ષણ વિભાગ દ્વારા શાળા અને કોલેજોમાં વિધાર્થીઓને કોરોના વાયરસ અંગે શું કરવું? અને શું નકરવુ? તે બાબતે આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને માહિતી પુરી પાડવામાં આવશે. જેમાં વારંવાર હાથ ધોવા નમસ્તેની મુન્દ્વામાં અભિવાદન કરવું. દ્ધામે ત્યાં થુંકવું નહીં. તેમજ સ્વચ્છતા રાખવા અંગે જાગૃતિ લાવવામાં આવશે.

ગુજરાતનાં સચિવ અનિમ મુકીએ કોરાના અંગે શું સૂચના આપી?

૧. એરપોર્ટ, ઇમિગ્રેશન અને આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવતી યાદી પૈકી મુસાફરોનું ફોલોઅપ આરોગ્યની ટીમો દ્વારા કરવાનું રહેશે.

૨. જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ ૨૪ કલાક કંટ્રોલ રૃમ શરૃ કરવાના રહેશે અને કોરોના વાયરસને લગતી તમામ માહિતી ઉપલબ્ધ કરવા એક હેલ્પલાઇન નંબર પ્રસારિત કરવાનો રહેશે.

૩. ૩. આઇસોલેશન વોર્ડમાં આઇશોલેશન બેડ, વેન્ટિલેટર, જરૂરી સાધનો, પી.પી કીટ, અને ૯૫ માસ્કથી લેયર માસ્ક વગેરે પૂરતા પ્રમાણમાં રાખવાનાં રહેશે.

૪. જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ આવેલી સરકારી અને ખાનગી હોસ્પિટલનું મેપિંગ કરીને તમામ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ શરૂ કરવાના રહેશે.

૫. જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ કલસ્ટર કન્ટેનમેન્ટ પ્લાન તૈયાર કરીને રાજયકક્ષાએ મોકલી આપવાનો રહેશે.

૬. જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ તાત્કાલિક આરોગ્ય સંકલન સમિતિની બેઠક બોલાવી કોરોના વાયરસ અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવાની રહેશે.

૭. જિલ્લા કક્ષાએ કલેકટર અને મ્યુનિસિપલ કોર્પોરેશન કક્ષાએ કમિશનર કોરોના વાયરસ કન્ટેનમેટ નોડલ ઓફિસરની નિમણૂક કરે. 

Leave a Reply

Your email address will not be published.