/

કરોડો રૂપિયાના તાયફાઓ વચ્ચે ગુજરાતનું દેવુ જાણી ચોંકી જશો

ગુજરાત રાજયનું આર્થિક દેવુ ૨.૪૦ લાખ કરોડને પાર પહોંચી ગયુ છે. જેમાં સાલ ૨૦૧૮-૧૯માં સરકારે ખાલી ૧૮,૧૨૪ કરોડ રૂપિયાનું તો ખાલી વ્યાજ ચુકવ્યુ છે. રાજય સરકારે લોનના વ્યાજ પેટે ચૂકવણીમાં ૪.૩૭ ટકાથી ૧૩ ટકા સુધીનું વયાજનો દર લેખે યાજના પૈસા ચુકયા છે. વિધાનસભાની પ્રશ્નોતરીમાં સરકારે લેખિત જવાબમાં દેવાની વાત સ્વીકારી છે. ગયા વર્ષની વાત કરીએ તો ૩૧ ડિસેમ્બર ૨૦૧૯માં રાજયનું જાહેર દેવું ૨.૪૦ લાખ કરોડને પાર કરી ગયું છે. અગાઉના વર્ષ કરતા દેવામાં ૧૮ હજાર ૨૦ કરોડનું તો રાજયએ ખાલી વ્યાજ ચુકવ્યુ છે. આપણે ૨૦૧૮ની સરખામણી કરીએ તો ૧૩,૨૫૩ કરોડનો દેવામાં વધારો થયો છે.

દેવાનાં તેમજ અન્ય આંકડાઓ જોતા આવતા વર્ષે પણ ગુજરાત રાજયનું દેવું વધવાની શકયતાઓ છે. આ મામલે બજેટના સંદર્ભમાં વિપક્ષે સવાલ કર્યો હતો કે કેટલુ દેવું વધશે જેનો નાયબ પ્રધાન નીતીન પટેલે જવાબ આપવાનો સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો હતો. નાયબ મુખ્ય પ્રધાન નીતીન પટેલે જણાવ્યુ હતુ કે, ગુજરાતનું નાણાકીય પરિસ્થિતિને લઇને દેવુ થયુ છે. અને ગુજરાતની નાણાકીય પરિસ્થિતિ તીવ્ર છે. ગુજરાતની નાણાકીય પરિસ્થિતિને જોતા નિયમાં પ્રમાણે જ દેવું લેવામાં આવે છે. તેવી સ્પષ્તા નાયબ મુખ્ય પ્રધાન નીતીન પટેલે કરી હતી.

Leave a Reply

Your email address will not be published.