////

2022થી IPLમાં ગુજરાતની ટીમ રમશે, ટૂર્નામેન્ટમાં 10 ટીમો ભાગ લેશે

Maharashtra, Mar 14 (ANI): BCCI President Sourav Ganguly with Secretary of the Board of Control for Cricket in India Jay Amit Shah arrives to attend the Governing Council meeting for the Indian Premier League (IPL), in Mumbai on Saturday. (ANI Photo)

આજે અમદાવાદ ખાતે BCCIની 89મી વાર્ષિક સામાન્ય સભા ચાલી રહી છે. ત્યારે આ સભામાં બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં AGMમાં જાહેર કરાયુ છે કે, વર્ષ 2022થી IPLમાં 8ની જગ્યાએ કુલ 10 ટીમો ભાગ લેશે. આ સાથે તમામ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરોને કોવિડ-19ને કારણે ડોમેસ્ટિક સિઝનને થયેલી અસરનું યોગ્ય વળતર પણ આપવામાં આવશે.

ગત IPLની સીઝનની જેમ વર્ષ 2021માં ફક્ત 8 ટીમો ભાગ લેશે. જ્યારે 2022માં 10 ટીમોને રમાડવામાં આવશે. એટલું જ નહીં, મેગા ઓક્શનને બદલે આ વખતે પણ મિનિ ઓક્શન જ થશે. આ નવી ટીમોમાં અમદાવાદની ફ્રેન્ચાઇઝ માટે વાતચીત ચાલી રહી છે. જેમાં અદાણી ગ્રુપ અને ગોએન્કા ગ્રુપ બંનેએ ફ્રેન્ચાઇઝ ખરીદવામાં રસ દાખવ્યો છે.

BCCIએ કહ્યું છે કે, તેઓ વર્ષ 2028માં ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશ માટે તૈયાર છે અને આ બાબતે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને પૂરેપૂરો સપોર્ટ કરશે. જોકે, આ પહેલાં બોર્ડ અમુક બાબતે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી પાસેથી સ્પષ્ટતા ઈચ્છે છે.

Leave a Reply

Your email address will not be published.