//

ગુજરાત યુનિ. ચૂંટણી , ABVPમાં તાકાત હોય તો 24 કલાકમાં ઉમેદવારો જાહેર કરીને બતાવે : NSUI

હાઈવોલ્ટેજ ગણાતી ગુજરાત યુનિવર્સીટીની સેનેટ અને વેલ્ફેરની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટ અને વેલ્ફેરની ચૂંટણીનો મામલે NSUIએ પત્રકાર પરિષદ કરી હતી અને NSUIએ આક્ષેપ લગાવ્યો હતો કે ચૂંટણી રદ્દ કરવા સરકારનું દબાણ થઇ રહ્યું છે ABVP મતદારયાદીના નામે ચૂંટણી રદ્દ કરવાનો પ્રયાસ કરતી હોવાનો આક્ષેપ પણ NSUIએ લગાવ્યો છે NSUIએ ABVPને ચેલન્જ આપી કે તાકાત હોય તો 24 કલાકમાં ઉમેદવારો જાહેર કરે.

એનએસયુઆઈએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત યુનિવર્સિટીમાં થનારા ઈલેક્સનમાં ઉભા રહેલા ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા અને એબીવીપી પર ટીકા કરતા કહ્યું કે એનએસયુઆઈ વન વે જીતુ રહ્યુ છે અને એબીવીપી હારી રહ્યું હોવાથી ચુંટણી થવા દેતુ નતી તેમજ સરકાર કે યુનિવર્સિટીના સત્તાધિશો પણ નથી ઈચ્છતી કે યુનિવર્સિટીમાં ઈલેક્શન થાય વધુમાં એનએસયુઆઈએ કહ્યું કે એબીવીપીને અમે ચેલેન્જ આપીએ છીએ કે તમારામાં હિંમત હોય તો 24 કલાકમાં 24 બેઠકના ઉમેદવારો જાહેર કરો.

NSUIના ઉમેદવારોના નામ

યુજી આર્ટ્સ : રાજદીપસિંહ પરમાર
પીજી આર્ટ્સ : રોનક સોલંકી
યુજી કોમર્સ : કુનાલસિંહ જેતાવત
પીજી કોમર્સ : રાહુલ થડોદા
યુજી સાયન્સ : દક્ષ પટેલ
પીજી સાયન્સ : ધવલ એરવાડિયા
એજ્યુકેશન : શુભમ તિવારી
લૉ : કુંવર હર્ષાદિત્યસિંહ પરમાર

વેલ્ફેર ના ઉમેદવારો

ઓમકારસિંહ વાઘેલા
વિશાલ શ્રીવાસ્તવ
ભાવિક પરમાર
યશરાજ ગોહિલ
પાર્થ દેસાઈ
રમીઝ શેખ
અરબાઝ પઠાન
અમાની વાણીયા
અશ્વિની નાગર
માનસી પટેલ
યશરાજસિંહ ચાવડા
સુનિલ શૂકલા
નિકુંજ પટેલ
સ્નેહા તોમર

Leave a Reply

Your email address will not be published.