//

ગુજરાત યુનિવર્સિટીની ચૂંટણી સમિતિની બેઠક પૂર્ણ 150 વાંધા અરજીઓનો કર્યો નિકાલ :જાણો વિગતવાર

આગામી દિવસોમાં ગુજરાત યુનિવર્સીટી ની ચૂંટણી યોજાવાની છે જેમાં વાંધા સૂચનો માંગવામાં આવ્યા હતા જેમાં અલગ અલગ લોકોએ 150 જેટલી વાંધા અરજીઓ કરી હતી કેટલીક અરજીઓમાં પુરા નામ કે સરનામાં નહિ હોવાથી 150 થઇ હતી. જેમાં  મતદારની યાદીમાં 150થી વધુ વાંધા અરજીનાે નિકાલ કરાયાે હતાે. મતદારની યાદીમાં કેટલીક વાંધા અરજીઓમાં ખોટા અને અધૂરા સરનામાં હોવાથી સમિતિ એ આજની મિટિંગમાં અંદાજે 150થી વધુ વાંધા અરજીનાે ખાેટા અને અધુરા સરનામા લખયા હાેવાથી નિકાલ કરાયાે હતાે.જેને લઇ ને અનેક તર્કવિતર્ક સર્જાયા છે  

સમિતિએ કેવા અને શું નિર્ણય લીધા

1. સમિતિઓ  એનરોલમેન્ટ ડેટાના આધારે સરનામાં લખવા ઠરાવ કર્યાે
2. સંખ્યા કરતા વધુ મતદારાે માેકલવા અંગે સમિતિએ ઠરાવ કર્યાે
3  કોલેજોએ  દર્શાવેલા વિધાર્થીઓની સંખ્યા અને યુનિવર્સિટીમાં એનરોલ  થયેલી સંખ્યા વેરીફાઇ કરી વધારાના મતદારાે રદ કરવા ઠરાવ પ્રસાર કર્યાે
4. પીજી સેન્ટરાેઓ એકજ વિષયના એકથી વધારે મતદારાેના નામ માેકલ્યા હશે તે રદ્દ થશે.
5. મતદારાેની સહી ખાેટી હાેવા અંગે કમિટીએ કુલપતિને નિર્ણય લેવા ભલામણ કરી
6. સેન્ટ ઝેવિયર્સ કાેલેજ ઓટોનોમસ  હાેવાથી તેના મતદારાે માન્ય ગણવા કે નહીં તે અંગે પણ કુલપતિએ નિર્ણય લેવા ભલામણ કરી.
ઉલ્લેખનીય છે કે, આવતી કાલે સુધારા-વધારા સાથે મતદારયાદી જાહેર થશે. મતદાર યાદી જાહેર થયા બાદ જ ઉમેદવારી ફાેર્મ ભરાશે.હાલતો ગુજરાત યુનિવર્સીટી ની ચૂંટણી ને લઇ ને અનેક ચર્ચાઓ ચાલી રહી છે .

Leave a Reply

Your email address will not be published.