/

ગુજરાત યુનિવર્સિટીમાં યોજનારી ચુંટણી પર પશ્નાર્થ

ગુજરાત યુનિવર્સીટીનાં સેનેટની ચુંટણી ૧માર્ચે યોજાશે કે કેમ તેના પર પશ્નાર્થ લાગી ગયો છે. કારણકે સેનેટની ચુંટણી માટે જે મતદાર યાદીમાં સુધારો ના કરી શકાતા ચુંટણીમાં વિલંબ થવાનાં એંધાણ વર્તાઇ રહ્યા છે. ઉમેદવારોના ફોર્મ પણ હજુ સુધી વેબસાઇડ પર ઓનલાઇન અપલોડ થયા નથી. ઉમેદવારોના ફોર્મ ભરાયાના અંતિમ તારીખથી ૧૫ દિવસ બાદ ચુંટણી યોજાઇ શકે છે. આવતી કાલે સિન્ડીકેટની બેઠક યોજાવાની છે.

આ બેઠક બાદ ચુંટણીનો આખરી નિર્ણય લેવાશે. હાલ તો ગુજરાત યુનિવર્સિટીમાં વિધાર્થી સેનેટની વેલફેરની ચુંટણી મુલતવી રહે તેવી શકયતાઓ સેવાઇ રહી છે. આ ચુંટણી ૧ માર્ચના રોજ યોજવાની હતી પરંતુ મતદાર યાદી સુધારવાના મુદ્દે હવે આ ચુંટણી એક સપ્તાહ સુધી પાછી ઠેલાય તેવું માનવામાં આવી રહ્યુ છે. જો કે, આવતીકાલે સિન્ડીકેટ હેઠક યોજાયા બાદ જ આખરી નિર્ણય લેવાશે.

Leave a Reply

Your email address will not be published.