/

ગુજરાત યુનિવર્સિટી સેનેટ-વેલ્ફેર ચૂંટણી એબીવીપીએ શકિત પ્રદર્શન કરી ભર્યુ ફોર્મ

ગુજરાત યુનિવર્સિટીની સેનેટ વેલ્ફેરચુંટણી કેટલાક સમયથી વિલંબમાં પડી હતી. જેમાં કેટલાક વિવાદો ઉભા થયા હતાં. જેથી હવે ગુજરાત યુનિવર્સિટીની વેલ્ફેરની ચૂંટણી ૪ વર્ષ બાદ યોજાવા જઇ રહી છે. જેમાં ઉમેદવારોનાં ફોર્મ ભરવાની આજથી પ્રકિયા શરૃ થઇ છે. જેમાં એબીવીપીના કાર્યકતાઓએ શકિત પ્રદર્શન યોજયું હતું. જેથી એબીવીપીનાં ઉમેદવારો આજે ઢોલ નગારા લઇને ધામધૂમથી રેલી યોજીની ફોર્મ ભરવા ગયા હતાં. જેમાં ભાજપનાં એબીવીપીના કાર્યકતાઓએ વિવાદીત નિવેદન આપ્યું છે.


યુનિવર્સિટીનાં કુલપતિ અને ઉપકુલપતિ સામે આરોપ
એબીવીપીના કાર્યકતાઓએ કોંગ્રેસના એનએસયુઆઇનાં કાર્યકતાઓ અને યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિ પર આકરા પ્રહારો કર્યા છે. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, યુનિવર્સિટીનાં કુલપતિ અને ઉપકુલપતિ કોંગ્રેસનાં ઇશારે કામ કરે છે. તેમજ મતદાર યાદીઓમાં પણ છબરડાઓ કરી રહ્યા છે.


એબીવીપીના ઉમેદવારોની યાદીઃ-
૧. ભદોરીયા અભિશેક ( લો માટે )
૨. દીવ્યાપાલ સોલંકી (પી.જી સાયન્સ)
૩. નીલ પટેલ (પી.જી આર્ટસ)
૪. ભરત પ્રજાપતિ (પી.જી કોમર્સ)
૫. જયસિંહ ચાવડા (યુ.જી આટર્સ)
૬. ઝવેર દેસાઇ (યુ.જી કોમર્સ)
૭. અક્ષરદીપસિંહ ઝાલા (યુ.જી સાયન્સ)
૮. મૌલિક જાદવ (એજયુકેશન)

Leave a Reply

Your email address will not be published.