/

ગુજરાત યુનીવર્સીટી હવે હથિયાર બનાવાનુ શીક્ષણ આપશે

ગુજરાતમાં અભ્યાસમાં વધુ પ્રગતિ કરે અને IIT ક્ષેત્રે વધુ પગટી કરે તેવા સરકાર પ્રયત્ન કરી રહી છે હવે ગુજરાત અને ડસ ના અન્ય રાજ્યના શિક્ષણમાં સંરક્ષણ ઉમદા ને ઉચ્ચતર શિક્ષણ માટે ગુજરાત યુનિવર્સિટી અને IIT-RAM એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ એન્ડ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ હવે સંરક્ષણ ક્ષેત્રે દેશની સુરક્ષિત રાખવા માટેના પાસે DRDO એટલે કે ડિફેન્સ  રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન કે જે દેશની સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે નવા સંશોધન કરવાનું કામ કરે છે, તેની સાથે ગુજરાત યુનિવર્સિટી સાથે MOU કર્યા છે. જેના ભાગરૂપે DRDO આ બંને સંસ્થાઓ સાથે મળીને ડિફેન્સ અને ટેક્નોલોજી ક્ષેત્રે નવા કોર્સ શરૂ કરશે. જેમાં વિદ્યાર્થીઓ દેશની સુરક્ષા આ બાબતે તથા નવા સંશોધનો અને ઉપકરણો તૈયાર કરવામાં પોતાનું યોગદાન આપશે.

સાયબર સિક્યુરિટી, ડિફેન્સને કેન્દ્રમાં રાખી આંતરરાષ્ટ્રીય સંબંધો, ઉપરાંત ડિફેન્સ ઇકોનોમી અને ડિફેન્સ પોલીસીને લાગતા મુદ્દાઓનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે નવા શૈક્ષણિક વર્ષથી આ બંને સંસ્થામાં શરૂ થશે. આ બાબતે ગુજરાત યુનિવર્સિટી ખાતે ડીઆરડીઓના પ્રતિનિધિઓએ બેઠક કરી અભ્યાસક્રમ તૈયાર કરવા ઉપરાંત તને કેવી રીતે કાર્યાન્વિત કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી. આગામી સમયમાં તેની ફીનું માળખું અને અભ્યાસક્રમ ઘડવામાં આવશે અને ગુજરાત માં વિધાર્થીઓ ને ડિફેન્સ વેપન અંગે ની જાણકારી અને પ્રોડક્શન અંગે ની વધુ માહિતી મળી રહે તેવા પ્રયાસ શરૂ કરવા માં આવશે ગુજરાત માં અભ્યાસ કરતા વિધાર્થીઓ દેશના કોઈપણ ખૂણામાં પોતાની આવડત થી હથિયારો બનાવી શકે અને કોઈપણ હથિયાર ની ફેક્ટ માં રોજગારી પણ મેળવી શકે તેવો હેતુ થી સરકારે આયોજન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.