/

રાજ્યમાં સાવજોના મૃત્યુદરમાં વધારો

ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં સિંહોના મોત અંગેના આંકડાઓ રજુ થયા છે. જેમાં ગુજરાતમાં સિંહોના મૃત્યુમાં ચિંતાજનક વધારો થયો છે. જેમાં છેલ્લા ૨ વર્ષમાં ૨૬૧ સિંહોના મોત નિપજયા છે. રજુ થયેલા આંકડાઓ મુજબ ૨ વર્ષમાં અકુદરતી રીતે ૧૧ સિંહ અને ૬ સિંહ બાળના મોત થયા છે. સિંહોના સંરક્ષણ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. છતાં પણ સિંહ તથા દીપડાના મોતના આંકડા વધી રહ્યા છે. જેથી વનવિભાગની બેદરકારી સામે આવે છે. છેલ્લા ૨ વર્ષમાં સરકારે સિંહોના અકુદરતી મોત અટકાવવા માટે અનેક પગલા ભર્યા હોવાની પણ રજુવાત થઇ હતી. સરકારે સિંહોને રેડિયો કોલર લગાવ્યા છે. તેમજ સાસણમાં મોનિટરીંગ યુનિટની સ્થાપના પણ થઇ છે. અભ્યારણમાંથી પ્રસાર થતાં માર્ગો પર સ્પીડ બ્રેકરો પણ મૂકવામાં આવયા છે. રેવન્યુ વિસ્તારમાં આવેલા ખુલ્લા કૂવા અને પારાપેટ વોલ બાંધી સુરક્ષિત કરાયા છે. વર્ષ ૨૦૧૮માં ૫૯ સિંહોનાં મોત થયા છે. જયારે ૨૦૧૯માં ૭૯ એમ બે વર્ષમાં ૧૩૮ સિંહોના મોત થયા છે. સિંહોની સાથે સિંહબાળના ૨૦૧૮માં ૫૪ અને ૨૦૧૯મા ૬૯ મોત નિપજયા છે. જે બે વર્ષમાં કુલ ૧૨૩ સિંહબાળના મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published.