//

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર મલ્હાર ઠાકરે કોરોનથી બચવા કરી અપીલ

કોરોના વાઇરસને લઇ સાવચેતી રાખવી જરૂરી છે ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સુપ્રસિદ્ધ ફિલ્મસ્ટાર મલ્હાર ઠાકરે સમાચારવાલાના માધ્યમથી રાજ્યની જનતાને સાવચેતી રાખવા અપીલ કરી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મોખરાનું સ્થાન ધરાવતા અને આજની યુવાપેઢીની દિલકી ધડકન મલ્હાર ઠાકરે કોરોનાના કહેર સામે કેવી જાગૃતિ લાવવી સાવચેત થવા અને ભીડભાડથી દૂર રહેવા લોકોને અપીલ કરી છે.

એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતા કર્ફ્યુની વાત કરી રહ્યા છે ત્યારે મલ્હારે પણ લોકોને સાવચેત થવાની અને કોરોના વાયરસથી બચવાના ઉપાયો બતાવ્યા હતા. મલ્હાર ઠાકરે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું જાણીતું નામ છે જેના નામથી આજ ની યુવા પેઢી પરિચિત છે મલ્હાર ઠાકરેની ગુજરાતી ફિલ્મો ઘણી આવી છે જેમાં તાજેતર માં આવેલી ગુજરાતી ફિલ્મ ગોળકેરી ખુબ પ્રખ્યાત ફિલ્મ બની છે લોકો સુધી આ ફિલ્મ પહોંચાડી ને મલ્હારે એ એક અનોખો સંદેશ આપ્યો છે મલ્હારે પોતાની નાની ઉંમરમાં જ પોતાના ઉજ્વળ ભવિષ્ય સાથે લોક જાગૃતિના કામો કર્યા છે મલ્હાર ઠાકરે પોતાની આગવી શૈલી માં લોકોને કોરાનાથી કેમ બચવુ તે કહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.