///

ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા ગાયક મહેશ કનોડિયાનું 83 વર્ષની વયે નિધન

ગુજરાતના પ્રખ્યાત કલાકાર અને સંગીતકાર મહેશ કનોડિયાનું 83 વર્ષની વયે નિધન થયું છે. લાંબી માંદગી બાદ તેઓએ ગાંધીનગર સ્થિત પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. મહેશ કનોડિયા ગુજરાતના પ્રખ્યાત એક્ટર નરેશ કનોડિયાના ભાઈ છે. મહેશ કનોડિયામાં એક ખાસિયત હતી કે તેઓ પુરુષ અને સ્ત્રી એમ બંનેના અવાજમાં ગીતો ગાઈ શકતા હતા. આ ઉપરાંત તેઓ પાટણના સાસંદ પણ રહી ચૂક્યા હતા.

મહેશ કનોડિયા ગુજરાતના મશહૂર સંગીતકાર પૈકીના એક છે તેમજ નરેશ કનોડિયાના મોટાભાઈ છે. તેઓ પોતાની “મહેશકુમાર એન્ડ પાર્ટી” દ્વારા પણ જાણીતા છે. તેઓ કુદરતી બક્ષિસ ધરાવતા ઉમદા ગાયક છે. તેઓ સ્ત્રી તથા પુરુષનાં એમ બંનેના અવાજમાં ગીતો ગાવા માટે પ્રખ્યાત છે. તેઓ જુદા જુદા ગાયકોનાં દા.ત. લતાજી, રફીસાહેબ, વગેરે 32 કલાકારોનાં અવાજમા ગીતો ગાવા માટે પણ મશહૂર છે. તેઓ પાટણ લોકસભા બેઠકના સંસદસભ્ય તરીકે લાબા સમય સુધી રહેલા છે.

Leave a Reply

Your email address will not be published.