/

કોરોનાને કારણે ગુજરાતી યુવતી કલાકો સુધી એરપોર્ટમા પરેશાન: વાંચો વિગત

કાેરાેના વાયરસથી હાલ સમગ્ર વિશ્વ ભયભીત થઇ રહ્યુ છે. ચીનને કાેરાેના વાયરસનું હબ ગણવામાં આવી રહ્યું છે. એવામાં ચીનથી આવતા ભારતીયાેને એરપાેર્ટ ઉપર કડવાે અનુભવ થઇ રહ્યાે છે. ચાઈનાના શાંધાઈથી નવી દિલ્લી પહાેંચેલી NRI ગુજરાતીને દિલ્લી એરપાેર્ટની બહાર નીકળવા ન દેવામા આવી. તેમજ તેણે ભુખી-તરસી 9 થી10 કલાક એરપાેર્ટ ઉપર બેસાડી હાેવાનાે આરોપ લગાવ્યો હતો હતોએરપોર્ટ ઓથોરિટી એ તેની સાથે અમાનવીય વર્તન કર્યુ હાેવાનાે એક વીડિયાે્ પણ તેણે સાેશિયલ મીડિયામાં શેર કર્યાે હતાે.

કોણ આ ગુજરાતી યુવતી

NRI ગુજરાતી યુવતીનું નામ જેસલ છે. તેણે સાેશિયલ મીડિયામાં વીડિયાે પાેસ્ટ કરતા જણાવ્યું હતુ કે, પાેતે ખાસી મુશ્કેલીનાે સામનાે કરીને શાંધાઇથી દિલ્લીની ફલાઇટ લેવામાં સફળ રહી હતી. પરંતુ દિલ્લી પહાેંચતાજ પાેતાને કડવાે અનભુવ થયાે હતાે.ઇમિગ્રેશન અધિકારીઓ એ ખરાબ વર્તન કર્યુ હતું. પાેતે OCI કાર્ડ પર ભારત આવી શકે છે. પરંતુ તે ચીનથી આવતા હાેવાથી તેને ભારતમાં પ્રવેશ ના આપી શકાય તેવુ અધિકારી જણાવ્યું હતું.

વધુમાં જેસલે જણાવ્યું હતુ કે, મૂળ ભારતીય અને ભારતીય નાગરિકાેમાં કાેઇ ભેદ નથી કરાયાે, પરંતુ તેને કંઇક અલગજ અનુભવ થયાે છે. તેને લંડનની ફલાઇટની ટિકિટ લેવામાં પણ કાેઇએ મદદ કરી નહતીં.

ચીનથી દિલ્લી પહાેંચેલી જેસલને ભારતીય અધિકારીઓ પરત શાંધાઇ માેકલવાની તૈયારીઓ કરી હતીં. અને જેસલને શાંધાઇનાે બાેર્ડિગ પાસ પણ આપી દેવામાં આવ્યો હતો . પરંતુ શાંધાઇનમાં કોરોના વાયરસના કારણે પરિસ્થિતિ ખરાબ હાેવાથી જેસલને શાંધાઇ જવું નહતું. જેથી તેણે પોતાનો બોર્ડિગ પાસ ફાડી નાખ્યાે હતો. તેથી જેસલને લંડનમાં માેકલવાની વાત અધિકારીઓ દ્રારા કરવામા આવી હતી.ઉલ્લેખનીય છે કે, જેસલ પટેલ નામની મૂળ ગુજરાતી યુવતી પાેતાના પરિવાર સાથે યુકેમાં વસે છે. ઇન્ટર્નશિપ કરવા માટે શાંધાઇ ગયેલી હતી. કાેરાેના વાયરસ ફેલાયાે હાેવાથી ચીનથી બહાર નીકળી ગઇ હતી. જેસલને શાંધાઇથી લંડન જવા માટે સીધી ફલાઇટ મળી રહી નહાેતી.હાલ તો તો કોરોના વાયરાશ ને કારણે થતા કડવા અનુભવ ને લઇ ને વિદેશ થી ભારત માં આવતા નાગરિકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. તેવા કડવા અનુભવ થી પટેલ જેસલ પણ બાકાત રહી નથી

જેસલ પટેલને દિલ્લીને એરપોર્ટ ઓથોરીટી દ્વારા OCI નિયમ હેઠળ ચીન માેકલવા માટે દબાણ કરી રહ્યા હતાં. બાદમાં જેસલે લંડન જવાનું પણ વિચાર્યુ હતું. પરંતુ લંડનમાં રહેતા જેસલના પિતાઅ U.K ભારતીય હાઇકમાન્ડ સાથે સતત સંર્પકમાં રહીને મદદ માંગી હતી. તેમજ વડાપ્રધાન નરેન્દ્વ માેદી, અરવિંદ કેજરીવાલા અને વિદેશ મંત્રીને સતત ટવીટ કરીને ઘટના વિશે જણાવી મદદ માંગી હતીં. હાલમાં જેસલ લંડન પરત ફરવાને બદલે અમદાવાદમાં વસતા તેના કાકાના ઘરે પરત ફરી છે. ચીનની સ્થિતી અંગે માહિતી આપતા જેસલ પટેલે જણાવ્યુ કે, માાસ્કની અછત સર્જાતા ચીનમાં અફરાતફરીનાે માહાેલ છે. ખાેરાકની પણ અછત સર્જાઇ હાેવાનું ચીનમાં સાંભળવામાં આવ્યુ. પરંતુ મારે એવી કાેઇ સ્થીતીનો સામનાે નહતાે કરવાે પડયાે.શાંધાઇથી પહેરેલા કપડે દિલ્હી આવેલી જેસલને કલાકાે સુધી ખાવા-પીવાનું મળ્યું નહાેતું. તેની પાસે ચાઇનીઝ કરન્સી હતી, પરંતુ તેને તે એકસચેન્જ કરાવવા ઇમિગ્રેશન એરિયાની બહાર પણ નીકળી શકે તેમ નહતી. મહિલા સ્ટાફે પણ તેની સાથે ખરાબ વર્તન કર્યુ હતું. તેને પાેતાના ઘરે માતા-પિતા સાથે માેકલવાની તૈયારી કરી હતી. પરંતુ તે ચીનથી આવતી હાેવાથી કાેઇ એરલાઈન્સ.તેને લઇ જવા તૈયાર ન હતી.જેથી પાેતાના કાકાના ઘરે અમદાવાદ પહોચી હતી.લંડનમાં રહેતી મૂળ ગુજરાતી જેસલ પટેલ કાયદાનાે અભ્યાસ કરવા શાંધાઇની ટાેચની લાે ફર્મમાં ઇન્ટનશિપ કરવા ગઇ હતી. જાન્યુઆરીમાં કાેરાેના વાયરસ ફેલાતા જેસલ પરત ફરી હતી.

Leave a Reply

Your email address will not be published.