સતત વિવાદોમાં ઘેરાયેલી ટિકટોક સ્ટાર કિર્તી પટેલની ગંભીર ગુનામાં ધરપકડ કરાઇ હતી. કિર્તી પટેલને હત્યાની કોશિશ જેવા ગંભીર ગુનાંમાં જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી હતી. જેને લઇને ટિકટોક સ્ટાર કિર્તી પટેલે જામીન માટે અરજી કરી હતી. જે નામંજુર કરવામાં આવી છે.

સુરતના રઘુ ભરવાડ અને કિર્તી વચ્ચે વીડિયો બાબતે સુરતમાં બોલાચાલી થઇ હતી. જેમાં કિર્તી અને રધુના સાગરિકો આવ્યા હતાં. જેમાં કીર્તિના સાગરિકોએ ભેગા મળીને રઘુ ભરવાડ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેથી રઘુ ભરવાડે આ મામલે કિર્તી વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે હત્યા કરવાના ગંભીર ગુનામાં ૩૦૭ની કલમ લગાવીને કિર્તી પટેલની ધરપકડ કરી હતી. જો કિર્તિ પટેલે કરેલો ગુનો સાબિત થશે તો તેને ૧૦ વર્ષની સજા તેમજ દંડ થઇ શકે છે. જોકે, આના પહેલા ટિકટોક સ્ટાર કિર્તી પટેલે ઘુવડ સાથે ટિકટોકમાં વિડીયો બનાવ્યો હતો. જેથી વનવિભાગે તેની સામે ફરિયાદ દાખલ કરી હતી.