/

ગુજરાતના ઇન્વેસ્ટરોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડનાર કંપની કઈ જાણો

દિલ્હી સ્થિતિ ફેરવેલ સિક્યોરિટીઝ નામની કંપનીએ રોકાણાકારા કરોડો રૂપિયા લીધા બાદ ઊઠમણું કર્યું હોવાથી અમદાવાદના પંચવટી વિસ્તારમાં આવેલી સેબીની ઑફિસથી જવાબ ન મળતા ઇન્વેસ્ટરો નેશનલ સ્ટોક એકચેન્જની ઓફિસ પહોંચ્યા છે કેટલાક ઇન્વેસ્ટર્સે એકત્રિત થઈને હંગામો મચાવ્યો હતો. જેને પગલે પોલીસ ઘટના સ્થળે પહોચી છે રોકાણકારોના પૈસા ચાઉ કરીને કંપનીના પ્રમોટર્સ વિદેશ ફરાર થઈ ગયા હોવાથી ઇન્વેસ્ટર્સ બેબાકળા અને આક્રમક બની ગયા હતા.

સેબીના અધિકારીઓએ પણ હાથ ઉંચા કરી દિધા. નેશનલ સ્ટોક એક્ચેન્જની ઓફિસ ખાતે આવેલી ઈન્વેસટરો પહોંચ્યા હતા અધિકારીઓએ તેમની વાત જરાય સાંભળવાની તૈયારી જ બતાવી નહોતી. પરિણામે રોકાણકારો ક્રોધે ભરાયા હતા અને તેમણે હંગામો મચાવ્યો હતો. રોકાણકારોએ આક્ષેપ કર્યો હતો કે ફેરવેલૃથ સિક્યોરિટીઝ કંપની શેરબજારમાં લિસ્ટ થયેલી કંપની છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં આ કંપની લિસ્ટ થયેલી છે. તેની કામગીરી પર સેબી સતત નજર રાખે છે. કંપનીએ કર્યું કરોડોનું ઉઠમણું હવે આ કંપનીએ કરોડોનું ઉઠમણું કર્યું છે. તેના સંચાલકો દેશ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. શેરબજારમાં બ્રોકરેજનું કામકાજ પણ આ કંપની કરતી હતી.  આ કંપનીના સંચાલકોએ ગત પહેલી ઓક્ટોબરથી જ શેર્સના સોદાઓ કરવાનું બંધ કરી દીધું હતું.

આ અંગે ઇન્વેસ્ટર્સે તપાસ કરી ત્યારે તેમણે ટેકનિકલ ખામીને કારણે તેમણે સોદાઓ કરવાનું એટલે કે ખરીદ વેચાણ કરવાનું બંધ કરી દીધું હોવાનું બહાનું કાઢ્યું હતું. પરિણામે કંપનીના ઇન્વેસ્ટર્સ અમદાવાદના પંચવટી વિસ્તારમાં આવેલી સેબીની ઑફિસે આ અંગે પૂછપરછ કરવા જતાં તેમને ખબર પડી હતી કે કંપનીએ ડેરાતંબૂ સમેટી લીધા છે.

આ રીતે ખેલાયો સમગ્ર ખેલ આ અંગે ઇન્વેસ્ટર્સે વધુ તપાસ કરતાં તેમને જાણવા મળ્યું હતું કે આ કંપનીના તમામ શેર્સ એક જ કોમન એકાઉન્ટમાં પડેલા હતા તે તમામ શેર્સ કંપનીના સંચાલકોએ તેમના પરિવારના પાંચ સભ્યના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ આ શેર્સને વેચી દઈને તેણે કરોડો રૂપિયા મેળવી લીધા હતા.  શેર્સના વેચાણના પૈસા તેમના ખાતામાં આવી જતાં તેઓ વિદેશ ચાલ્યા ગયા હતા. પરિણામે ગુજરાતના સબ બ્રોકર્સ છેલ્લા મહિનાઓથી ઓફિસના ધક્કા ખાતા હતા.

આ સબ બ્રોકરોને સેબીના અિધકારીઓએ દાદ આપી નહોતી. તેથી આજે તેમણે અન્ય ઇન્વેસ્ટર્સ સાથે મળીને નેશનલ સ્ટોક એકચેન્જની ઑફિસ બહાર હોબાળો કર્યો હતો. કોઈ રજૂઆત સાંભળતું જ નથી રોકાણકારોને રોષે ભરાયેલા જોઈને સેબીના અધિકારીઓએ તેમની રજૂઆત સાંભળવાની તૈયારી કરી હતી. આ અગાઉ સબ બ્રોકરોએ કરેલી રજૂઆતો કોઈએ જ સાંભળી નહોતી. સેબીમાં રજિસ્ટર્ડ કંપની આ રીતે લોકોના પૈસા લઈને પોોબારા ગણી જાય તે કેવી રીતે ચાલી શકે તેવો સવાલ પણ તેમણે કર્યો હતો..

Leave a Reply

Your email address will not be published.