/

કોરોના સામે જંગમાં ઉતર્યા ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકર, મજૂરો માટે કર્યું દાન

કોરોના સામે ચાલી રહેલા જંગમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપર સ્ટાર મલ્હાર ઠાકરે આગેકૂચ કરી છે. રાજ્ય પર આવેલા સંકટ વચ્ચે તેઓ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને મુંબઈ થિયેટર ઈન્ડસ્ટ્રીના દૈનિક મજૂરો માટે મદદ કરવા આગળ આવ્યા છે. દેશવ્યાપી લોકડાઉનના પગલે શ્રમિકો અને રોજનું રોજ કમાતા મજૂરોની હાલત કફોડી બની છે આ કપરી પરિસ્થિતિને જોતા ગુજરાતી સ્ટાર મલહાર ઠાકર વડાપ્રધાન રાહત ફંડમાં 1 લાખ રૂપિયાનું અનુદાન કર્યું છે સાથેજ તેમણે મુંબઈના દૈનિક મજૂરો માટે 20 હજાર અને અમદાવાદમાં ગુજરાતી ઈન્ડસ્ટ્રીના મજૂરો માટે પણ 20 હજારનું અનુદાન કર્યું છે. એટલું જ નહીં મલ્હાર ઠાકરે સ્પોટ બોય્ઝ અને સ્ટ્રે ડોગ્સ માટે પણ અનુદાન કર્યું છે તેઓ સ્પોટ બોય્ઝ માટે કીટનું વિતરણ કરવા 25 હજારનું અનુદાન કર્યું છે જ્યારે સ્ટ્રે ડોગ્સ માટે 5 હજારની રકમનું અનુદાન કર્યું છે

Leave a Reply

Your email address will not be published.