
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષીનેતા પરેશ ધાનાણીને દિલ્હીનું તેંડુ આવ્યું છે આજે વિધાનસભા ચાલતી હતી અને તે વચ્ચે અચાનક જ આ બંને નેતાઓ દિલ્હી જવા રવાના થયા છે. રાજ્યસભાની ચૂંટણીના મુદ્દે બંને નેતાઓને હાઈ કમાન્ડે તાત્કાલિક દિલ્હી બોલાવ્યા છે. મહત્વનું છે કે ગુજરાત કોંગ્રેસના સંગઠન અંગે પણ હાઇકમાન્ડ બંને નેતાઓ સાથે ચર્ચા કરશે. ચાલુ માસમાં રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ થવાનો છે ત્યારે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે પણ દિલ્હીમાં ચર્ચા કરાશે.