///

રાજસ્થાનમાં ગુર્જર અનામત આંદોલન : દિલ્હી-મુંબઈ રેલ્વે ટ્રક ગુર્જરોએ કર્યો જામ, ઈન્ટરનેટ સેવા બંધ

એકવાર ફરીથી અનામતની માગણીને લઈને પ્રદેશમાં ગુર્જર આંદોલન શરૂ થઈ ગયું છે. જેમાં કર્નલ કિરોડી સિંહ બૈંસલા અને વિજય બૈંસલાના નેતૃત્વમાં ગુર્જર સમાજના લોકોએ પીલુપુરામાં રેલવે ટ્રેક જામ કરી દીધો તેમજ ગુસ્સે ભરાયેલા ગુર્જરોએ રેલવે ટ્રેકની ફિશ પ્લેટ સાથે જ પાટા પણ ઉખાડી નાખ્યા છે.

આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ રેલવેએ આ માર્ગની 7 ટ્રેનોનો માર્ગ બદલી નાખ્યો છે. આ ફેરપાર આંદોલનકારીઓના અહીંથી હટવા સુધી ચાલુ રહેશે. ટ્રેનોમાં ફેરફાર રવિવારથી લાગૂ કરી દેવામાં આવ્યું છે. આનાથી આ માર્ગ પર પ્રવાસ કરનારા પ્રવાસીઓને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુર્જરોના આ આંદોલનના કારણે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન અટકાવી દેવાયું છે. આ અંગે કર્નલ બૈંસલાએ કહ્યું કે, આંદોલનની રૂપરેખા હવે સરકારના નિર્ણય પર નિર્ભર કરશે. અમે પ્રધાન અશોક ચાંદનાની રાહ જોઈ રહ્યા છીએ. સાથે જ એક મોટા સમાચાર એ આવી રહ્યા છે કે, સરકારનો પ્રસ્તાવ લઈને પહોંચેલા સંજય ગોયલનો પ્રસ્તાવ વિજય બૈંસલાએ ફગાવી દીધો છે. આ વચ્ચે પ્રધાન અશોક ચાંદના, કર્નલ બૈંસલા સહિત ગુર્જર નેતાઓ સાથે વાતચીત કરવા માટે જતા હતા પરંતુ રસ્તામાં અવરોધ હોવાના કારણે જયપુર પાછા ફર્યા. તો પ્રધાન અશોક ચાંદનાએ આંદોલનકારીઓને હિંસા ન કરવાની અપીલ કરી છે.

આ ઉપરાંત અલવર જિલ્લામાં ગુર્જર બહુમતીવાળા વિસ્તારમાં ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. જેમાં થાનાગાઝી, નારાયણપુર, માલાખેડા વગેરે વિસ્તારો આવે છે. આજે નટનીના બારામાં ગુર્જરોની બેઠક છે. પિલુકાપુરામાં નિર્દેશ મળતા જ આગળ કાર્યવાહી કરાશે. હાલ પ્રશાસન અલર્ટ મોડ પર છે. ગુર્જર નેતાઓના એક પ્રતિનિધિ મંડળે શનિવારે રાજ્ય સરકાર સાથે વાતચીત કરી હતી. જેમાં બંને પક્ષમાં 14 પોઈન્ટ પર સહમતી બની હતી. આ બેઠક બાદ ગુર્જર નેતા હિંમત સિંહે કહ્યું હતું કે, વાતચીત સકારાત્મક રહી. જેનાથી સમાજ સંતુષ્ટ થશે અને આંદોલનની જરૂર નહીં પડે. જો કે બેઠકમાં કર્નલ કિરોડી સિંહ બૈંસલા સામેલ થયા ન હતા.

Leave a Reply

Your email address will not be published.