//

બ્રાઝિલના રાષ્ટ્રપતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર થયા ઓળઘોળ, હનુમાનજી સાથે સરખાવ્યા

બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસોનારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ભગવાન હનુમાનજી સાથે કરી હાઈડ્રોકસીકલોરોક્વીન દવાને સંજીવની બૂટી ગણાવી છે. ઉલ્લેખનીય છે કે બુધાવારે હનુમાન જન્મ જ્યંતિ પણ છે. બોલસાનારોએ વડાપ્રધાન મોદીને હનુમાનજી ગણાવી કોવિડ-19ના ઈલાજ માટે ભારતે મોકલેલ મેલેરિયાની દવા હાઈડ્રોકસીકલોરોક્વીનને સંજીવની બૂટી કહી છે. ઉંપરાત અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ દવા મળ્યા બાદ વડાપ્રધાનને “મહાન” કહ્યા છે.. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 30 દેશો ભારત પાસે આ દવાની માંગ કરી ચૂક્યા છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ શરૂઆતમાં કોરોનાને સામાન્ય ફ્લુ ગણાવી સોશિયલ ડિસ્ટન્સિંગ તોડીને બ્રાઝીલના લોકોને મળ્યા હતા અને અર્થવ્યવસ્થાને ગતિ આપાવ જણાવ્યું હતું.. સોશિયલ મીડિયામા પણ તેમણે ઘણી વિવાદીત પોસ્ટ મૂકી હતી જે બાદમાં હટાવી દેવાઈ હતી.. અત્યાર સુધીમાં બ્રાઝિલમાં 14 હજારથી પણ વધુ લોકો સંક્રમિત થયેલ છે..

Leave a Reply

Your email address will not be published.