//

Happy Birthaday prabhas: ચાહકોને કહ્યું, મારા માટે પોસ્ટર કે બેનર બનાવીને ખોટા ખર્ચ ન કરો..

આજે બાહુબલી સ્ટાર પ્રભાસનો 41મો જન્મદિવસ છે. ત્યારે સોશિયલ મીડિયા દ્વારા ચાહકો તેમને શુભેચ્છાઓ આપી રહ્યાં છે. જોકે જન્મદિવસના દિવસે પ્રભાસે પોતાના ચાહકોને એક અપીલ કરી છે કે, પોતે ઈચ્છતો નથી કે કોઈ ચાહક પોતાની મહેનતની કમાણીમાંથી તેના માટે પોસ્ટર કે બેનર બનાવીને ખોટા ખર્ચા કરે.

તેમણે કહ્યું કે, કેટલાક લોકો દૈનિક મજૂરી કરતા હોય છે. એવામાં જો મારી ફિલ્મ રીલિઝ થાય ત્યારે તેઓ બેનર કે ટિકીટ પાછળ 500 કે 1000 રૂપિયાનો ખર્ચ કરતા હોય છે, તો મહેરબાની કરીને આવું ન કરો. એક બિરીયાની પેક કરાવીને ઘરે પરિવાર સાથે મળીને જમો. આનાથી મને વધુ ખુશી મળશે.

હાલમાં પ્રભાસ ઈટલીમાં પોતાની આવનારી ફિલ્મ રાધે શ્યામના શૂટિંગમાં વ્યસ્ત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રભાસે પોતાની કરિયરની શરૂઆત વર્ષ 2002માં તેલુગુ ફિલ્મ ‘ઈશ્વર’થી કરી હતી. જોકે, આ ફિલ્મથી પ્રભાસને કોઈ ખાસ ઓળખ મળી નહોતી.ત્યારબાદ વર્ષ 2004માં આવેલી ફિલ્મ ‘વર્ષમ’થી પ્રભાસ લોકપ્રિય બન્યો હતો. ત્યારબાદ પ્રભાસે ‘પૌર્ણમિ’, ‘યોગી’, ‘મુન્ના’, ‘બિલ્લા’, ‘એક નિરંજન’ જેવી ઘણી ફિલ્મમાં કામ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.