//

Happy Birthday અમદાવાદ : જાણો હેરીટેજ સિટી નો રસપ્રદ ઇતિહાસ

ગુજરાતની શાન એવા અમદાવાદ શહેરનો આજે ૬૦૯મો જન્મ દિવસ છે. સ્માર્ટ સિટી ગણાતું અમદાવાદ ગુજરાત રાજયનું સૌથી મોટુ શહેર છે. તેને માન્ચેસ્ટર ઓફ ધ ઇસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમદાવાદ ગુજરાત રાજયનું સૌથી મોટુ અને ભારતનું સાતમા ક્રમનું શહેર ગણાવામાં આવે છે. જે સાબરમતી નદીના કિનારે વસેલુ શહેર છે. ૧૯૮૦ના દાયકામાં ગાંધીનગરમાં રાજધાની સ્થપાય તે પહેલા જ અમદાવાદ ગુજરાતની રાજધાની હતું. અમદાવાદ કર્ણાવતી તરીકે પણ ઓળખવામાં આવતું હતું. શરૂવાતમાં અમદાવાદને આશાવલ કહેવામાં આવતું હતું. અમદાવાદ શહેરનો પાયો ઇ.સ ૧૮૧૧માં નાખ્યો હતો. અમદાવાદ શહેરનું નામ સુલતાન અહેમદ શાહના નામ પર રાખવામાં આવ્યું છે.અમદાવાદના ઇતિહાસની વાત કરીએ તો શહેરને ભારતનાં માનચેસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. અમદાવાદ ગુજરાતમાં મોટો ઔધોગિક શહેર તરીકે પણ જાણીતું છે. શહેરનો ઇતિહાસ ભીલ રાજાઓથી શરૂ થાય છે. ભીલ રાજા આશાભીલજીને પટેલોનો પ્ર્વજ ગણાવ્યો છે. છેલ્લે ભીલ રાજા આશાભીલ હતાં. ઇતિહાસકારોએ કર્ણદેવ અને એહમદ શાહને ભીલ રાજા તરીકે ઓળખાવ્યા છે.

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન અમદાવાદમાં એક મુખ્ય શિબિર રહ્યુ છે. અમદાવાદમાં જ મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી. આઝાદીની લડતમાં અનેક હિલચાલ અમદાવાદનાં સાબરમતી આશ્રમથી જ શરૂ થતી હતી. અમદાવાદ વણાટ પણ પ્રખ્યાત છે. તેની સાથે સાથે વેપાર અને વાણિજયનાં કેન્દ્વ તરીકે ખૂબ વિકાસ કરી રહ્યુ છે. આધુનિક પાટણનાં શાશક સોલંકી રાજા કર્ણદેવ સાથે અગિયારમી સદીમાં અમદાવાદનાં ઇતિહાસની શરૃઆત થઇ હતી. તેમણે ભીલ રાજા આશાપાલા સામે યુદ્વ લડયું હતું. અને તેની જીત પછી સાબરમતી કાંઠે આધુનિક અમદાવાદના સ્થળ પર કર્ણાવતી નામનું શહેર સ્થપાયું હતું. સોલંકી શાશન ૧૩મી સદી સુધી ચાલ્યું હતું. જયારે દ્વારકાના વાઘેલા વંશના નિયત્રંણ હેઠળ આવ્યું હતું. તેના પછી દિલ્હી સલ્તનતે ૧૩મી સદીનાં અંતમાં ગુજરાત પર વિજય મેળવ્યો હતો. પંદરમી સદીની શરૃઆતમાં મુસ્લિમ મુઝફ્રીદ રાજવેશ દ્વારા શાશિત સ્વતંત્ર્ત સલતનતની સ્થાપનાં ગુજરાતમાં થઇ હતી. અને ૧૪૧૧માં સુલતાન અહમદ શાહે કર્ણાવતીનું નામ અમદાવાદ રાખ્યુ હતું. અને તેની રાજધાની તરીકે સ્થાપિત કર્યુ હતું. વર્ષ ૧૪૧૧થી ૧૫૭૩ માટે અમદાવાદ સલ્તનતની રાજધાની રહ્યુ હતું. ૧૪૮૭ની સાલમાં અહમદ શાહનાં પૌત્ર મહમૂદ બેગડાએ શહેરને ૬ માઇલની ત્રિજયામાં મજબૂત બનાવ્યું હતું. અને તેના બહારના આક્રમણકારોથી બચાવવા માટે ૧૨ દરવાજા અને ૬૦૦૦થી વધુ સૈનિકોનો તૈનાત તૈયાર કર્યો હતો.સાલ ૧૭૫૩માં મરાઠા સેનાપતિ રઘુનાથ રાવ અને દામજી ગાયકવાડની સેનાએ શહેર પર કબ્જો કર્યો હતો. અને અમદાવાદમાં મુગલ શાશનનો અંત લાવ્યા હતાં. બાદમાં બ્રિટીશ ઇન્દિયા કંપનીએ ૧૮૧૮માં શબેરનો કબ્જો કર્યો હતો.

અમદાવાદનાં પ્રવાસન સ્થળો
અમદાવાદમાં પ્રખ્યાત સ્થળોની વાત કરીએતો શહેરમાં ગાંધી આશ્રમ, સિદ્દી સૈયદની જાળી, સરખેજ રોજા, કાંકરીયા તળાવ, વસ્ત્રાપુર તળાવ, લો ગાર્ડન, અડાલજની વાવ જેવા સ્થળો આવેલા છે.
કાંકરિયા તળાવને કુતુલ-ઉદ-દીને ૧૪૫૧ની સાલમાં બનાવ્યુ હતું. આજે પણ આ સ્થાન ભારતમાં પ્રખ્યત થયુ છે.
હથીસિંહ જૈન મંદિર સુશોભન સાથેની જટિલ કોતરણી મંદિરની મુખ્ય સુવિધા છે. આ મંદિર સફેદ આરસ પર બનાવવામાં આવ્યુ છે. હથીસિંહ જૈન મંદિર અમદાવાદનાં મુખ્ય જૈન મંદીરોમાંનુ એક છે. જે ૧૯મી સદીમાં એક વેપારીએ બનાવડાયું હતું. આ મંદિરને જૈનોનાં ૧૫માં ગુરૂ ધર્મનાથને સર્મપિત કર્યુ છે.
રાની સ્રિપ્રિ મસ્જિદ અમદાવાદમાં પ્રખ્યાત છે. તે મહેમદ શાહ બેગડાની રાણી દ્વારા ૧૫૧૪ની સાલમાં બનાવવામાં આવી છે. રાણી સિપ્રિનાં અવસાન બાદ તેના મૃતદેહને આ મસ્જિદમાં દફનાવવામાં આવ્યો હતો.
સાબરમતી આશ્રમ મહાત્મા ગાંધીએ ૧૯૧૫ની સાલમાં સ્થાપના કરી હતી. ગાંધીજીએ દાંડીયાત્રાની શરૃઆત સાબરમતી આશ્રમથી જ કરી હતા. ભારતની મોટી સ્વતંત્ર્તાનો પાયો પણ આશ્રમથી નાખ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.