
રાજકોટ, સૌરાષ્ટમાં રહેતા વેપારીઓને વેપાર માટે બીજા રાજયોમાં મુસાફરી કરવી પડતી હોય છે. જેને લઇને રાજકોટ અને સૌરાષ્ટ્રનાં ઉધોગકારો દ્વારા છેલ્લા કેટલાક સમયથી સ્પાઇટજેટની ફલાઇટની માંગણી કરવામાં આવી હતી. જેને પગલે ૨૯ માર્ચથી સ્પાઇટજેટની ફલાઇટ શરૃ કરવામાં આવશે. ૨૯મી માર્ચે ફલાઇટનું બુકિંગ શરૃ થશે. જામનગર અને ભાવનગર બાદ રાજકોટમાં સ્પાઇટજેટની ડેઇલી ફલાઇટ શરૃ થશે.
માર્ચ મહિનાનાં અંતમાં મુંબઇની બે એર ફલાઇટ શરૃ કરવા માટે સ્પાઇટ જેટે દરખાસ્ત મૂકી હતી. જે મંજુર થઇ છે. મુસાફરોની જરૃરિયાતને ધ્યાનમાં રાખીને રાજકોટનાં જુના એરપોર્ટ પરથી એર કિકવન્સીમાં વધારો કર્યો છે.રાજકોટ એરપોર્ટ દ્વારા એર ઇન્ડિયાની મુંબઇની એકાતારા ફલાઇટ અને રોજની એક ફલાઇટ મળીને બે ફલાઇટ ઉડાન ભરી રહી છે. પરંતુ હવે સ્પાઇટજેટની પણ ફલાઇટ ઉડાણ ભરશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટનાં નવા એરપોર્ટની કામગીરી ચાલુ છે. જેનું નિર્મણ થયા બાદ જ રાજકોટનું નવુ એરપોર્ટ શરૃ થશે.