///

કોરોના વેક્સિનને લઈને હરભજન સિંહ થયો ગુસ્સે, ઈન્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું કે…

દુનિયામાં કોરોનાવાયરસનો પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે. જેને લઈને દુનિયામાં કેટલાંક એવા દેશો છે જ્યાં ફરી લોકડાઉન પણ લાદવામાં આવ્યું છે. ત્યારે મંગળવારે દિલ્હીમાં રેકોર્ડ વધારા સાથે 6,725 કેસ સામે આવ્યાં હતા, ત્યાર બાદ દિલ્હીમાં પણ કોરોનાની ત્રીજી લહેરની આશંકા વધુ મજબૂત થઇ ગઇ છે. આ અંગે લોકો પણ માની રહ્યાં હતા કે વર્ષના અંત સુધીમાં કોરોના વેક્સીન તૈયાર થઇ જશે. પરંતુ અત્યાર સુધીમાં વેક્સીન આવી નથી. જેને લઇને ટીમ ઇન્ડિયાના સ્પિન બોલર હરભજન સિંહ પણ ગુસ્સામાં જોવા મળ્યાં. હરભજન સિંહે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાનું રિએકશન આપ્યું છે.

હરભજન સિંહે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, ‘કોરોનાની વેક્સીન જ બની શકી નથી બસ… બાકી કોરોનાથી 99.9 ટકા લડનારા પેંટ, ડિસ્ટેમ્પર, ફલોર ક્લીનર, ટોયલેટ ક્લીનર, સોયાબીનનું તેલ, મેંદો, બેસન, અટરમ, સટરમ બધુ બજારમાં આવી ગયું છે.’

અત્રે ઉલ્લેખનીય છે કે, હવે Covid-19થી દરરોજ ઠીક થનારા દર્દીઓની સંખ્યા નવા સંક્રમિતની સંખ્યાથી વધારે છે. દેશમાં કોરોનાનો આંકડો 83 લાખ પર થઇ ગયો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા ગુરુવાર સવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર, દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 83,64,085 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50,210 નવા કેસ સામે આવ્યાં છે. તો છેલ્લા 24 કલાકમાં 55,331 દર્દી ઠીક થયા છે.

Leave a Reply

Your email address will not be published.