/

Breaking News હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો હાઇકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી :જાણો

ગુજરાત કોંગ્રેસના યુવા નેતા અને પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલની મુશ્કેલી હવે વધી શકે છે કારણકે, હાર્દિક પટેલ સામે રાજદ્રોહ સહીત અનેક ગુન્હા નોંધાયેલા છે. હાર્દિક ઘણા દિવસથી લાપતા છે. હાર્દિક પટેલ પોતાની  સામે નોંધાયેલા ગુન્હા ની હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી તેમના વકીલ મારફત કરી હતી. જેની સુનાવણી બાદ આજે હાઇકોર્ટે હાર્દિક પટેલની આગોતરા જમીન અરજી ના મંજુર કરતા હવે હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતાઓ છે.

2015ની સાલમાં પાટીદાર અનામત આંદોલન ચાલુ હતું તે સમયે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં અસામાજિક તત્વોના ટોળાએ તોડફોડ કરી હતી એ બાબતની પોલીસ ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જેમાં હાર્દિક પટેલનું તપાસ દરમિયાન નામ ખુલ્યુ હતું . તેથી હાર્દિક પટેલે પ્રથમ ડીસ્ટ્રીક સેસન્સ કોર્ટમાં આગોતરા જમીન અરજી કરી હતી ત્યાં નામંજૂર થતા હાર્દિકે પટેલે તેમના વકીલ મારફત ગુજરાતની વડી અદાલતમાં આગોતરા જમીન અરજી કરી હતી જેનો આજે ચુકાદો આવ્યો હતો. જેમાં હાર્દિકના આગોતરા જમીનના મંજુર થતા હવે હાર્દિકની મુશ્કેલી વધી શકે છે આમ તો હાર્દિક ઘણા દિવસથી લાપતા છે અને કોઈ ના સંપર્કમાં પણ નથી ત્યારે હવે હાર્દિક પટેલ પોલીસ સમક્ષ સામેથી હાજર થશે કે પોલીસ તેમને ફરાર જાહેર કરશે તે જોવા નું રહ્યું .

Leave a Reply

Your email address will not be published.