//

Breaking News : હાર્દિક પટેલ પર કાયદાનો સંકજો પાસમાં ઉકળતો ચરુ

સરકાર દ્રારા થતી કનડગતી સામે થશે પાસ ની 10 ફેબ્રુઆરી એ મિટિંગ ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી પાટીદાર અનામત આંદોલન સમિતિ નિષ્ક્રિય હતી તે હવે ફરી શક્રિય થવા જઈ રહી છે,સરકાર દ્રારા પાટીદારોના આંદોલન મામલામાં અનેક યુવાનોને સરકારે ખોટી રીતે કાયદાની જાળમાં ફસાવી પાટીદાર યુવાનો અને આગેવાનોને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની વાતને લઇને પાટીદારોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે જેને લઇને હવે પાટીદાર આંદોલન સમિતિના કન્વીર અલ્પેશ કાથિરિયાની આગેવાનીમાં એક મિટિંગ 10 ફેબ્રુઆરી માં યોજાવાની છે.

જે મીટીંગ માં પાટીદારો યુવાનો પર થતા અત્યાચાર અને કનડગતીને લઇને સરકાર સામે ફરીથી સમિતિ એક રણનીતિનું આયોજન કરવાના મૂડમાં છે,10 મી એ ગુજરાત ના મુખ્ય આગેવાનો અને પાસના સક્રિય કાર્યકરોની મિટિંગ બાદ આગમી દિવસો માં સરકાર સામે કેવા પગલાં લેવા ? આંદોલન કરવા ? અને સમાજ ના હિત માટે ના આયોજન ની મિટિંગ માં ચર્ચા થયા બાદ રણનીતિ ની જાહેરાત કરવા માં આવશે જોકે હાલ તો આ મિટિંગ સંપૂર્ણ રીતે ખાનગી રાખેલ છે અને હાર્દિક પટેલ પણ હાલ ભૂગર્ભમાં છે ત્યારે અનેક સવાલો છે કે પાસની ખાસ મિટિંગમાં હાર્દિક પટેલ હાજર રહશે કે હાર્દિક ની ગેરહાજરીમાં જ અલ્પેશ કથીરિયા અને પાસના આગેવાનો મિટિંગ કરી આગામી કાર્યક્રમો ની જાહેરાત કરશે.

ગુજરાત ના તમામ જિલ્લા તાલુકા મથક ના લગભગ 250 જેટલા કન્વીનર ખાસ હાજરી આપશે આ મિટિંગ અમદવાદ માં એક ખાસ પ્રકારના આયોજન સાથે યોજાશે જેમાં સરકાર ના ઈશારે પોલીસ ની કનડગતી હાર્દિક પટેલ ને થતી હેરાનગતિ નો મુખ્ય મુદ્દો રહી શકે છે આ બાબતે સમાચારવાલા ની ખાસ વાતચીત માં જયેશ પટેલે જણાવ્યું હતું કે 10 ફેબ્રુઆરી ની મિટિંગ બાદ તમામ રણનીતિ જાહેર કરવા માં આવશે.

Leave a Reply

Your email address will not be published.