/

Breaking News : કોંગ્રેસના ધારાસભ્યો તૂટવા પર હાર્દિક પટેલે ભાજપ સહીત કોંગ્રેસ સામે પણ ઉઠાવ્યા સવાલો

રાજ્યસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કેટલાક કે જે પ્રજા ના પ્રતિનિધિ છે અને પ્રજાએ વિશ્વાસ મૂકીને તેમને પોતાનો કિંમતી મત આપ્યા છે એ ધારાસભ્યો હવે કરોડોમાં વહેંચાવા લાગ્યા છે હાર્દિક પટેલે જણવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો 100-100 કરોડમાં વહેંચાય છે અને ભાજપ પક્ષ આવા ધારાસભ્યોને ખરીદ કરીને કોંગ્રેસ તોડવાનો પ્રયાસ કરે છે. હાર્દિકે જણવ્યું હતું કે પ્રજાએ પોતાની વેદના સરકાર સુધી પહોંચાડવા પ્રતિનિધિને ગાંધીનગર મોકલ્યા હતા અને પ્રજાવતી સરકાર સામે લાડવાનું કામ જન પ્રતિનિધિએ કરવાનું હોઈ છે તેના બદલે ધારાસભ્યો કામની કરવા વેચાઈ રહ્યા છે એ દુઃખદ બાબત કહી શકાય. પોતાના વિસ્તારના કામ કરાવવા માટે સરકાર સામેં લડવું પડે.

હાર્દિક પટેલે તો વિપક્ષનેતા પરેશ ધાનાણી અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વ સામે હાર્દિકે ઉઠાવ્યા સવાલો અને ધારાસભ્યોનો અસંતોસ હોઈ તોજ આવું બની શકે તેમ પણ જણાવ્યું હતું. રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરતા પહેલા ધારાસભ્યો સાથે ચર્ચા ન થઇ જેના કારણે આજે ધારાસભ્યો નારાઝ થયા હોઈ શકે છે હાર્દિકે તીખા તેવર વરસાવતા જણાવ્યું હતું કે અમી યાજ્ઞિક અને નારણ રાઠવાને કેમ રાજ્યસભામાં મોકલ્યા તેવા સવાલો પણ હાર્દિક પટેલે ઉઠાવ્યા હતા અમીબેન અને નારણ રાઠવાએ પાર્ટીને જીતાડવા માટે શું મહેનત કરી તે અંગે પણ હાર્દિકે સવાલો ઉઠાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.