/

GPSCની પરીક્ષાના ઉમેદવારોને કાયમી નિમણુંક આપવા હાર્દિક પટેલે માંગ કરી

ગુજરાત કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે આજે રાજ્ય સરકારને પત્ર લખી ભલામણ કરી હતી જેમાં જાણવેલ હતું કે તાજેતર માં વર્ષ 2019 તબીબી સેવા-વર્ગ GPSCની પરીક્ષા લેવાયેલ હતી. જેમાં ઉપસ્થિત થયેલા થયેલા ઉમેદવારોને કાયમી નિમણુંક આપવા માંગ કરી હતી. હાલની કોરોના વાયરસની મહામારી વધી રહી છે. સંક્રમિત સંખ્યામાં વધારો થી રહ્યો છે ગુજરાત સરકાર પાસે તબીબી સેવા-વર્ગ-2 (મેડિકલ ઓફિસર)MBBSની ઘટ પ્રવર્તી રહી છે. ગુજરાતના હજારો લોકો વૈશ્વિક મહામારીનો ભોગ બની રહ્યા છે તેવા સમયે કોરોના સંક્રમિત અને ક્વોરોન્ટાઇનની સંખ્યામાં વધારો થી રહ્યો છે. ત્યારે લોકોની તબીબી સેવા જળવાઈ રહે તેવા હેતુ થી રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે GPSCના ઉમેદવારોને કાયમી નિમણુંક આપવા હાર્દિક પટેલે માંગ કરી છે.

વર્તમાન તબીબોને માસિક વેતન 60,000 આપવામાં આવી રહ્યું છે તેના કારણે ઘણી જગ્યા ખાલી છે તેથી સરકાર વિચાર કરી તાત્કાલિક નિમણુંક આપે તો તે યુવાનો તન મનથી રાષ્ટ્ર સેવાના કાર્યમાં સહભાગી બની ઉત્સાહથી કામ કરી શકે દર્દીઓને પણ પૂરતી આરોગ્ય સેવા મળી રહે અને યુવાનોને પોતાના કાર્ય કર્યાની પ્રેરણા મળશે. હાર્દિકે સરકાર ને ભારપૂર્વક અપીલ કરતો પત્ર લખી આજની ગંભીર પરિસ્થિતિ ની ચિંતા કરી બેરોજગારો ને રોજગારી મળી રહેં તેના માટે પ્રયાસ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.