//

હાર્દિક પટેલની જામીન માટે કરાઈ માંગ, વિપક્ષનેતા, પૂર્વ પ્રમુખ અને પ્રદેશ અધ્યક્ષે કરી અપીલ

ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ માટે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરી સરકારને અપીલ કરી છે. જ્યારે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી વિરુદ્ધ જંગ લડી રહ્યું છે ત્યારે હાર્દિક પટેલ સહિત તમામ કાચા કામના કેદીઓને શરતી જામીન સાથે ત્વરીત મુક્ત કરવા વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા અપીલ કરવામાં આવી છે.

વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવડીયા અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા હાર્દિક પટેલને જામીન આપવા ટ્વીટ કરી સરકારને અપીલ કરાઈ છે. તો તેઓએ ટ્વીટ કરતા હાર્દિક પટેલને શરતી જામીન સાથે મુક્ત કરવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે ફરી એક વાર અમદાવાદ પોલીસે હાર્દિકની ત્રણ વર્ષ જુના કેસમાં ધરપકડ કરી હતી.

વર્ષ 2015માં તેની સામે અમદાવાદના ગ્રાઉન્ડ પર નોંધાયેલા રાયોટીંગના કેસમાં હાર્દિક પટેલે જામીન મેળવ્યા હતા. પરતું બીજા 8 કેસમાં બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરાયા હતા અને એક બાદ એક કેસ રદ કરાયા હતા.ત્યાર બાદ અમદાવાદ પોલીસ દ્વારા હાર્દિક પટેલની ઘરપકડ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published.