ગુજરાત કોંગ્રેસના યુવા નેતા અને પાટીદાર અનામત આંદોલન સમિતિ કન્વિનયર હાર્દિક પટેલ સામે જુદા જુદા કેસમાટે આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી જેમાં ગુજરાત હાઇકોર્ટે હાર્દિક પટેલની જમીન અરજી ફગાવી દીધી હતી હાર્દિક સામે વર્ષ 2015 વસ્ત્રાપુર વિસ્તારનો કેશ છે 2015ના વર્ષમાં પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલે વગર પરવાનગી વસ્ત્રાપુર વિસ્તારમાં સભા સરઘસ અને રેલીઓ યોજી હતીતે સમયે કેટલાક અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હતી જેમાં હાર્દિક પટેલ નું નામ સામે આવ્યું હતું.

તેથી પોલીસે હાર્દિક પટેલ સામે ગુન્હો નોંધી તેમની ધરપકડ કરવા માટે ઠેરઠેર દરોડા કાર્યવાહી શરૂ કરી હતા પરંતુ હાર્દિક પટેલે ગુજરાત નામદાર હરિકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી તે હાઇકોર્ટે ફગાવી દીધી હતી બાદમાં હાર્દિકે સુપ્રીમ કોર્ટની શરણ લીધી હતી આજે સુપ્રીમ કોર્ટે હાર્દિકના આગોતરા જમીન માટેની સુનાવણી બાદ વચગાળાના જમીન મંજુર કર્યા હતા તેથી હાર્દિકને હાલ પૂરતી રાહત મળી હતી હાલ તો હાર્દિકને 6 માર્ચ સુધીની રાહત મળી છે.