
ગુજરાત પાટીદાર અનામત આંદોલનના નેતા અને કોંગ્રેસ યુવા આગેવાન હાર્દિક પટેલની હાઇકોર્ટે આગોતરા જમીન અરજી ફગાવી દેતા હાર્દિક હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયની માંગ કરી રહ્યો છે
અનામત વખતે વાસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં હાર્દિક સામે ભાંગફોડનો ગુન્હો દાખલ થયેલ હતો જેમાં હાર્દિકે ગુજરાત હાઇકોર્ટ માંથી આગોતરા જામીન મેળવવા તેમના વકીલ મારફત અરજી કરી હતી પરંતુ હાર્દિકના આગોતરા જામીન હાઇકોર્ટે ફગાવ્યા હતા તેથી હવે હાર્દિકે સુપ્રીમ કોર્ટની શરણ લીધી છે ને સુપ્રીમ કોર્ટ માંથી આગોતરા જામીન માટે ની અરજી દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે
અત્રે નોંધનીય છે કે હાર્દિક ઘણા દિવસ થી ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને તેમના પત્ની કિંજલ પટેલ પણ ભાજપા સરકાર સામે વાંક પ્રહાર કરી રહી છે અને હાર્દિકને ભાજપ સરકાર ફસાવી ને તેમનું રાજકારણ ખતમ કરવાની વાત કરી રહી છે તેમજ હાર્દિક કોંગ્રેસને ગામડામાં મજબૂત કરતો હોવાથી હાર્દિકની રાજકીય કારકિર્દી ખતમ ભાજપ કરવાનો કારશો રચી રહી હોવાના પણ કિંજલ પટેલ આક્ષેપ આગાઉ ટ્વીટથી કરી ચુકી છે ત્યારે હાઇકોર્ટે હાર્દિક આગોતરા જમીન અરજી ફગાવી દેતા હવે હાર્દિક ને સુપ્રીમ કોર્ટ આગોતરા જામીન આપશે કે કેમ તે તરફ પાટીદાર સમાજની મીટ મંડાણી છે.