/

હાર્દિક પટેલે જેલનો અનુભવ શેર કર્યો, કહ્યું સાબરમતી જેલમાં મને ખુશી મળી!

ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો તે કોઈ નવાઈની વાત નથી. 10 દિવસ અગાઉ અમદાવાદ પોલીસે ત્રણ વર્ષ જુના કેસમાં હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. ત્યારે સાબરમતી આશ્રમમાં વીતાવેલા સમયને હાર્દિક પટેલે પોતાના શબ્દોમાં રજૂ કર્યો છે. હાર્દિક પટેલે ફેસબુક પર પોસ્ટ કરતા કહ્યું હતું કે- જનતાના હિત માટે કામ કરતા કરતા ઘણો સમય પસાર થયો છે જેથી તેઓ સામાન્ય જીવન કે લગ્નજીવન યોગ્ય રીતે જીવી નથી શકતા. જનતાના હિત માટે કરેલા કામોમાં ફક્ત બદનામીઓ અને અપમાન મળતો રહે છે. ઉલ્લેખનીય છે કે 2015માં નવ મહિના માટે હાર્દિક પટેલ લાજપોર સેન્ટ્રલ જેલમાં સમય પસાર કરી ચૂક્યા છે તો 2017માં પણ પાટણ સબ જેલમાં જઈ આવ્યા છે પરંતુ તેમનું કહેવું છે સાબરમતી જેલમાં તેમને કંઈક અલગ ખુશી પ્રાપ્ત થઈ છે.. તેઓનું કહેવું છે કે- સાબરમતી સેન્ટ્રલ જેલના સિપાઈ તરીકે ફરજ બજાવતા જવાનો 2019 દરમિયાનની ભરતીના છે.

જેથી ઘણાં બધા સિપાઈઓ તેમને મળવા જતા, એટલું જ નહીં જેલના સિપાઈ હાર્દિક પટેલનું આભાર પણ વ્યક્ત કરતા અને કહેતા કે “તમારા આંદોલનના કારણે જ 10 આર્થિક અનામત અને સરકારી ભરતીમાં પાંચ વર્ષની વયમર્યાદામાં વધારો થયો છે. જેથી તેઓને ઘણો ફાયદો થયો છે” આ સાંભળતાજ હાર્દિક પટેલ ખુશ થઈ જતા અને પરિવારની ચિંતા અને વિચારોને ભુલી જનતાના હિત માટે કંઈક અલગ કરવાનું વિચારતા. આ વિચારો શેર કરતા હાર્દિક પટેલે કહ્યું કે-અનુભવે મારી હિંમતમાં ખૂબજ વધારો કર્યો છે અને મને તૂટતા બચાવ્યો છે સાથેજ કંઈક નવા આયોજન સાથે આગળ વધવાની હિંમત આપી છે. અંતે તેમણે કહ્યું કે- લોકોના હિત માટે લડતા હોઈએ ત્યારે બદનામી અને અપમાનનો સામનો તો કરવો જ પડે છે પરંતુ ધ્યેય અને સિંદ્ધાત સાથે કામ કરવું પણ ખૂબ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published.