/

ભૂર્ગભમાં રહેલા હાર્દિક પટેલ સોશિયલ મીડિયાથી આવ્યા બહાર જાણો સરકાર પર શું કાર્ય આક્ષેપો

હાર્દિક પટેલ છેલ્લા ઘણા દિવસોથી ચોંકાવનારી રીતથી ગાયબ છે. હાર્દિક પટેલના પત્ની કિંજલ પણ હાર્દિક ગાયબ છે તેવુ રટણ રટી રહી છે અને સરકાર પર તીખા તેવરો વરસાવી રહી છે ત્યારે હાર્દિક પટેલ અચાનક જ સોશિયલ મીડિયામાં પ્રગટ થઇ ગયા છે અને સોશિયલ મીડિયામાં આવતા જ હાર્દિકે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર પર હૈયાવરણ ઠાલવવાની શરૃઆત કરી છે.

ગુજરાત કોંગ્રેસના યુવા નેતા અને પાટીદીર નેતા હાર્દિક પટેલે ગુજરાત પોલીસ પર સોશિયલ મીડિયાના માધ્યમથી ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ મથકમાં હાર્દિક પટેલ સામે રાયોટિંગનો ગુનો નોંધાયો છે. જે કેસ પોતાના પર ખોટી રીતે કયો હોવાનું જણાવી લોકસભા ચુંટણી સમયે મારા પર થયેલા કેસોની યાદી અમદાવાદ કમિશ્નર પાસે માંગી હતી. પરંતુ આ કેસ યાદીમાં નહતો. ૧૫ દિવસ પહેલા મને હિરાસતમાં લેવા માટે પોલીસે ષડયંત્ર રચ્યુ હોવાનું જણાવ્યુ હતું.  

હાર્દિકે ગુજરાત પોલીસને ટવીટ કરી જણાઆવ્યુ હતુ કે, ૪ વર્ષ પહેલાનાં કેસમાં મને ખોટી રીતે ફસાવ્યો છે. ૧૫ દિવસ પહેલા પોલીસે મારી ઘરે તપાસ કરી હતી. પરંતુ હું ઘરે નહતો. મારી આગોતરા જામીન અરજી હાઇકોર્ટમાં ચાલી રહી છેે. તેમ છતાં મારી સામે બિનજામીન વોરંટ ઇસ્યુ કરીને મને પરેશાન કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યુ છે. પોલીસ અને ભાજપ આગામી સ્થાનિક ચુંટણીઓને ધ્યાનમાં રાખીને મને જેલમાં ધકેલવા માંગે છે. હું ભાજપ સરકાર સામે જનતાની લડત લડતો રહીશ અને જલ્દી મળીશું. જય હિન્દ.

Leave a Reply

Your email address will not be published.