
9 MARCH
ગુજરાત કોંગ્રેસના યુવા નેતા અને પાસના પાયાના પથ્થર હાર્દિક પટેલે આજે ગુજરાત યુનિ. સેનેટ & વેલ્ફેર ચૂંટણી સંદર્ભ એક ટ્રીટ કરી જણાવ્યું હતું કે સેનેટની ચૂંટણીમાં તિરંગો લહેરાયો છે અમારી વિધાર્થી પાંખ NSUI એ ભવ્ય વિજય પ્રાપ્ત કરી તિરંગો લહેરાવ્યો છે ગુજરાતના તમામ NSUI ના નેતા અને વિધાર્થીગણને શુભેચ્છાઓ પાઠવી હતી અને વધુમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આજની જીતથી NSUI મજબૂત બની ગઈ છે અને પ્રદેશના વિધાર્થીઓનો અવાજ હવે વધુ મજબૂત બનશે તેમ જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે લડતા રહીશું અને જીતતા પણ રહીશું