//

કોરોનાના કહેર વચ્ચે સરકારી રાશન વહેંચવામાં ગોટાળાનો હાર્દિક પટેલે ટ્વીટ કરી કર્યો આક્ષેપ

કોરોના વાયરસની મહામારીમાં ભારત સરકારના 21 દિવસના લોકડાઉન દરમિયાન ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની મુશ્કેલી વધી રહી છે કોરોનાને લઇ રાજ્યમાં રાજનીતિ પણ તેજ થઇ છે ત્યારે પાટીદાર સમાજના યુવા નેતા અને કોંગ્રેસ અગ્રણી હાર્દિક પટેલે ટ્વીટ કરી આક્ષેપ કર્યો છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે સામાન્ય માણસોની ચિંતા કરી રાહત પેકેજ જાહેર કર્યું છે જેમાં રેશનિંગકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનેથી મફત અનાજ મળી રહે તેવી જાહેરાત કરવામા આવી હતી.

પરંતુ આજ સુધી સસ્તા અનાજની દુકાનેથી અનાજ કોઈ ગરીબ લોકોને મળ્યું નથી ગરીબોનું અનાજ ભાજપના ભ્રષ્ટાચારી આગેવવાનો ખાઈ ગયા છે તેવો આક્ષેપ ગુજરાત કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ટવીટ કરી કર્યો છે, જો કોંગ્રેસના આગેવાનો સરકારી અધિકારીઓ પાસે ગરબોના અનાજ મામલે રજૂઆત કરવા જાય તો તેમની ધરપકડ કરવામા આવે છે હાર્દિકે સરકારની નીતિ સામે આગળી ચીંધી આકરી ટીકા કરી હતી. અને ગરીબ લોકોને તાત્કાલિક સસ્તા અનાજનું વિતરણ વ્યવસ્થા કરવાની માંગ કરી હતી અને વચેટિયાઓને દૂર રાખવા અપીલ કરી હતી. હાર્દિક પટેલે સરકારને સવાલ પણ કર્યો હતો કે ગરીબોના હક્કની લડાઈ લડવાનો હક્ક સરકાર કોંગ્રેસ પાસે થી છીનવી સરકાર ગરીબો ને અન્યાય કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.