//

ગુમસુદા હાર્દિક પટેલે ટવીટ કરીને કેજરીવાલને શુભેચ્છા આપી

છેલ્લા ઘણા દિવસોથી પાર્ટીદાર નેતા અને કોંગ્રેસ આગેવાન હાર્દિક પટેલ થોડા દિવસોથી લાપતા છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે ત્યારે હાર્દિકે ટવીટ કરી દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલને શુભેચ્છા પાઠવતા અનેક તર્ક-વિતકો સર્જાયા છે. એકબાજુ હાર્દિકના પત્ની કિંજલ પટેલ ઘણા દિવસથી હાર્દિક સંપર્ક વિહોણો છે તેવું રટન રડી રહી છે ત્યારે હાર્દિકે અરવિંદ કેજરીવાલના ફોટા સાથે ટવીટરના માધ્યમથી દિલ્હી વિધાનસભાની ચુંટણીનો સંદેશો મુકતા ફરી રાજકારણ ગરમાવયુ છે.

ઉલ્લેખનીય છે કે હજી થોડા કલાકો પહેલા જ હાર્દિક પટેલે શોશિયલ મીડિયાનાં માધ્યમથી ગુજરાત પોલીસ અને રાજય સરકાર પર તીખા આક્ષેપો કર્યા હતાં. ત્યારે ફરી આજે હાર્દિક ટવીટર પર આવતા વૈધક સવાલો ઉભા થયા છે.

Leave a Reply

Your email address will not be published.