//

હાર્દિકના ટવીટર એકાઉન્ટ પરથી કિંજલે શું કર્યુ ટવીટ : જાણો

હાર્દિક પટેલ ઘણા દિવસોથી લાપતા છે. હાર્દિકનો સંર્પક તેનાં પરિવારજનો સાથે પણ નહીં હોવાનું કિંજણ રટણ કરી રહી છે. હાર્દિકે પાટીદાર અનામત આંદોલન ચલાવી રહ્યો હતો ત્યારથી આજ સુધીમાં હાર્દિક સામે અનેક કેસો દાખલ થયા છે. કિંજલે ટવીટ કરી આક્ષેપ કર્યો હતો કે, હાર્દિક સમાજ માટે લડત લડી રહ્યો છે અને કોંગ્રેસ પક્ષના કાર્યકરોને મજબુત કરી રહ્યો છે તેથી સરકાર તેને દબાવમાં રાખવા માંગે છે અને તેની સામે રોજ નવા-નવા કેસો દાખલ કરાવી તેની મુશકેલીઓ વધારે છે. વસ્ત્રાપુર સાડા ૪ લર્ષ જુના કેસમાં હાર્દિકે આગોતરા જામીન માંગયા હતાં. જે જામીન ના-મંજુર થતા હવે કિંજલ હાર્દિક પટેલ ટવીટ કરીને સરકાર સામે રોષ ઠાલવી રહી છે.

શું કર્યુ ટવીટ ?
આજે મને હાર્દિકનો સમાચાર મળયા. ૩૦થી વધારે કેસના વિરુદ્વ હાર્દિક લડી રહ્યો છે. આજે સાડા ૪ વર્ષ જુના એક કેસમાં હાઇકોર્ટે જામીન ફગાવી દીધા છે. ગામડાઓમાં કોંગ્રેસને મજબુત કરી રહેલા હાર્દિકને ભાજપ જેલમાં બંધ કરાવવા માંગે છે. 

Leave a Reply

Your email address will not be published.