રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની જન્મભૂમિ અને ભગવાન શ્રી કૃષ્ણના બાળસખા મિત્ર સુદામાની પવિત્રભૂમિ અને ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા ની કર્મભૂમિમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમ પૂર્વક હોળી અને ધુળેતોનો પર્વ ઉજવાશે જેમાં દેશ વિદેશના ભક્તો હરિ સંગ હોળી રમી ભક્તિના રંગોથી રંગાઈ જશે. સાંદિપની આશ્રમ ખાતે આવેલા હરિ મંદિરમાં દર વર્ષે હદો અને ધુળેટીનો પ્રવ મનાવવામાં આવે છે જેમાં ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા પ્રથમ ભગવાન શ્રી હરિ સાથે રંગોથી રમી બાદમાં પોતાના અનુંયાયો સાથે ધુળેટી પર્વની ઉજવણી કરતા હોઈ છે આ વર્ષે તારીખ 9/3/2020 ના દિવસે હોળી નો તહેવાર છે જેને લઇ ને હરિ મંદિર ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે 9મી માર્ચે હોળીના દિવસે હરિ મંદિરમાં સવારે પ્રથમ ધ્વજારોહણ થશે અને બાદમાં સાંજે 6 કલાકે હરિ સંગ હોળી અને સાંજે 8 વાગ્યે હોલિકા દહન થશે 10મી માર્ચે બીજા દિવસે ધુળેટીના દિવસે સવારે 8 વાગ્યે હરિ મંદિરમાં ધ્વજા રોહણ સવારે 9 કલાકે ભગવાન શ્રીહરિ સાથે ફુલડોળ ઉતસ્વ અને બપોરે 12 વાગ્યે આરતી થશે .

જેમાં ભક્તો પણ જોડાઈને હરિ સંગ હોળી ઉતસ્વનો લાભ લેસે સાંદિપની આશ્રમના ટ્રસ્ટીઓ એ હરિ સંગ હોળીનો સંદીપની આશ્રમ ખાતે તહેવાર મનાવવા લોકોને અપીલ કરી છે હોળી અને ધુળેટીના પર્વે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા પણ ખાસ ઉપસ્થિતિ રહીને ભગવાન સાથે હોળી અને ધુળેટીના તહેવારની ઉજવણી કરતા હોઈ છે બાદ માં ભક્તો સાથે મુક્ત મને રંગબેરંગી કલર અને ફૂલો થી ધુળેટીનો પર્વ ઉજવે છે જેને જોવા શહેરના હજારો લોકો એકઠા થાય છે સામાન્ય દિવસોમાં ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા માત્ર વ્યાસપીઠ પર કથા વાંચન કરતા જ જોવા મળે છે પરંતુ હોળી ,નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં સંદીપની ગુરુકુળના ઋષિકુમારો સાથે તહેવારો ઉજવે છે અને ભક્તોને પણ આસાનીથી મળી શકે છે.