///

Farmer Protest : હરિયાણાના ખેડૂતોએ કૃષિ બિલના વિરોધમાં ટોલ ફ્રી કરાવ્યા

દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધ કરી રહેલા ખેડૂતોના આંદોલનનો આજે 30મો દિવસ છે. ત્યારે ખેડૂત પ્રદર્શન દિવસે દિવસે મજબૂત બનતુ જઇ રહ્યું છે. શુક્રવારે હરિયાણાના ખેડૂતોએ પ્રદર્શનનું સમર્થન કરતા ટોલ પ્લાજા પર કબજો કરી લીધો હતો અને કેટલાક ટોલ ફ્રી કરાવી લીધા હતા.

ખેડૂતોના સમર્થનમાં અને પંજાબમાં ઇન્કમટેક્સની રેડના વિરોધમાં હરિયાણાની અનાજ અને શાકભાજી મંડીઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે હરિયાણાના ખેડૂતોએ કેટલાક ટોલ પ્લાજા બંધ કરી દીધા છે. ખેડૂતોએ નેશનલ હાઇવે 44 પર સ્થિત બસ્તારા ટોલ પ્લાજા અને કરનાલ જિંદ નેશનલ હાઇવે 709એ પર સ્થિત ટોલ પ્લાજાને ફ્રી કરી લીધુ છે. આ ટોલ પર ખેડૂતોએ ધરણા પ્રદર્શન કર્યા હતા અને ગાડીઓને ટોલ વગર જ ત્યાથી જવા દીધા હતા.

આ ઉપરાંત ખેડૂતોએ હિસાર-રાજગઢ હાઇવે પર શંભૂ ટોલ પ્લાજા અને ચૌધરી ટોલ પ્લાજા પર કંટ્રોલ કરી લીધો છે. ખેડૂતોનું કહેવુ છે કે, શંભૂ ટોલ પ્લાજા આવતા ત્રણ દિવસ સુધી ફ્રી રહેશે. ભારતીય કિસાન યૂનિયન પ્રમુખ ગુરનામ સિંહ ચારૂનીએ હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાના ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે મધ્યસ્થતાની રજૂઆતને ફગાવી દીધી છે.

તેમણે કહ્યું કે, તે ત્યારે ક્યા હતા, જ્યારે ખેડૂતો વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. ખેડૂત સંગઠનોના આહવાન પર BKUના કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય રાજમાર્ગ 44 પર સ્થિત પાણીપત ટોલ પ્લાજા અને દહર ટોલ પ્લાજા પર પણ કબજો કરી લીધો છે. BKUના કાર્યકર્તા ટોલ પ્લાજા પર જઇને પ્રદર્શન કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.