/

હાથરસ કેસ મામલે હાઈકોર્ટમાં આજે સુનાવણી

હાથરસ સામુહિક દુષ્કર્મ કેસ પર આજે બુધવારે લખનૌ હાઈકોર્ટની બેંચમાં સુનાવણી થશે. આ અગાઉ 2 નવેમ્બરના રોજ સુનાવણી કરવામાં આવી હતી. આજની સુનાવણીમાં CBI તેની તપાસનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે.

મહત્વનું છે કે જસ્ટિસ પંકજ મિત્તલ અને ન્યાયાધીશ રાજન રાયની બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે. અત્યાર સુધીમાં આ કેસ પર બે વખત સુનાવણી થઈ ચુકી છે. 2 નવેમ્બરની સુનાવણી પર હાઈકોર્ટે હાથરસના ડીએમ પ્રવીણ કુમાર પર ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટના 27 ઓક્ટોબરે આપેલા આદેશનું પાલન કરીને લખનૌની ડિવિઝન બેંચમાં સુનાવણી ચાલી રહી છે. જેનું સુપ્રીમ કોર્ટ દ્વારા મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ મામલે આજે બપોરે સુનાવણી કરવામાં આવશે.

હાથરસ સામુહિક દુષ્કર્મ કેસમાં ચારેય આરોપીઓ અલીગઢ જેલમાં બંધ હતાં. ત્યારે કોર્ટની મંજૂરી બાદ સીબીઆઈ દ્વારા ચારેય આરોપીઓને ગુજરાતના ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પોલીગ્રાફ ટેસ્ટ, નાર્કો ટેસ્ટ અને બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ CBIને મળી ગયો છે.

હાથરસ સામુહિક દુષ્કર્મ કેસની સુનાવણી આજે બુધવારે લખનૌ હાઈકોર્ટની બેંચમાં થવાની છે. ઉલ્લેખનિય છે કે 2 નવેમ્બરના રોજ થયેલી પ્રથમ સુનાવણીમાં હાઈકોર્ટે આ મામલે તપાસ કરતી CBIને આગામી સુનાવણીમાં સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવા આદેશ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.