//

હાથરસ કેસ મામલે આજે લખનૌ હાઇકોર્ટમાં સુનાવણી

હાથરસ કેસની આજે સોમવારે લખનઉ હાઇકોર્ટમાં સુનાવણી છે. ત્યારે યુવતીના પરિવારના સભ્યો સ્થાનિક વહીવટ અધિકારીઓ આ તારીખમાં હાજર રહેવાના નથી. જિલ્લાભરના લોકોની નજર કોર્ટની સુનાવણી પર છે.

ઉલ્લેખનિય છે કે સુપ્રિમ કોર્ટના આદેશ પર યુવતીના પરિવારની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ(CRPF)એ સંભાળી છે. રવિવારે CRPFની ટીમ યુવતીના ઘરે પહોંચી હતી અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા લગાવી દીધી છે. જેમાં CRPFના 80 જવાન યુવતીના પરિવારની સુરક્ષા કરશે.

CRPF દ્વારા સુરક્ષાની જવાબદારી સંભાળ્યા બાદ યુવતીના પરિવારના સભ્યો બોલ્યા કે, સુરક્ષા વ્યવસ્થાને લઇને અમે લોકો સુરક્ષિત છીએ. હવે ન્યાય જોઇએ છીએ.

Leave a Reply

Your email address will not be published.