///

લોન મોરેટોરિયમ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

લોન મોરેટોરિયમના સમયના વ્યાજ પરના વ્યાજની માફીને લઈને અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. જે મામલે સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી હાથ ધરશે. આ પહેલા 5 નવેમ્બરના રોજ આ કેસ મામલે સુનાવણી થવાની હતી. પરંતુ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે સુનાવણી 18 નવેમ્બર સુધી ટાળી દેવામાં આવે. કેમ કે સોલિસિટર જનરલ કોઈ કામમાં વ્યસ્ત હતાં. જસ્ટિસ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમઆર શાહની બેન્ચ છ મહિનાના લોન મોરેટોરિયમવાળી અરજી પર સુનાવણી હથ ધરી રહી છે.

આ મામલામાં નાણા મંત્રાલય અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પહેલા જ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરી ચૂકી છે કે સરકાર મોરેટોરિયમના સમય પર વ્યાજ પર વ્યાજ ન વસૂલવાની યોજના તૈયાર કરી છે અને 2 કરોડ સુધી દેવું લેનારા પાસેથી મોરેટોરિયમ સમયના વ્યાજ પર વ્યાજ નહીં લેવામાં આવે. તેવુ પણ જણાવ્યું કે 2 કરોડ સુધીના દેવા પર ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાધારણ વ્યાજની વચ્ચે વસૂલવામાં આવશે. બાકીનો ડિફરન્સ 5 નવેમ્બર સુધીમાં લોનધારકોને પરત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં લાગેલા લોકડાઉનમાં અનેક લોકોની નોકરીઓ ચાલી ગઈ હતી. તેવામાં લોનનો હપ્તો ચૂકવવો મુશ્કેલ હતો. ત્યારે રિઝર્વ બેંકે લોન મોરેટોરિયમમાં સગવડ આપી હતી. એટલે કે લોન પર હપ્તા ટાળી દેવામાં આવ્યા હતાં. પણ લોન પર મોરેટોરિયમનો લાભ લેનારાઓએ હપ્તા ન ભર્યા તો તેમનું વ્યાજ મૂળ રાશીમાં જોડવામાં આવશે. એટલે કે મૂળ રકમ પ્લસ વ્યાજ પર વ્યાજ લાગશે. આ જ વ્યાજ પરના વ્યાજનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યોં છે.

ઉલ્લેખનિય છે કે કોરોના દરમિયાન આરબીઆઈએ 1 માર્ચથી 31 ઓગસ્ટ સુધી લોન મોરેટોરિયમનો લાભ આપવાનું એલાન કર્યું હતું. જેમાં 6 મહિનાના વ્યાજ પર વ્યાજની રકમ પાછી કરવા કેન્દ્ર સરકારે સહમતિ દર્શાવી હતી. સરકારની આ સ્કીમનો લાભ ઘર લોન, શિક્ષણ લોન, ક્રેડિટ કાર્ડની બાકી રકમ, વાહન લોન, MSME, ટકાઉ ગ્રાહક સામાન માટે લેવામાં આવેલી લોન તેમજ વપરાશ માટે લેવામાં આવેલી લોન ધારકોને મળશે.

Leave a Reply

Your email address will not be published.